- Home
- Entertainment
- Bollywood
- અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હોલિવૂડ સફર છે ખુબ જ દર્દભરી, ગેંગ રેપની પણ મળી હતી ધમકી

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હોલિવૂડ સફર છે ખુબ જ દર્દભરી, ગેંગ રેપની પણ મળી હતી ધમકી

પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jones) આજે ભલે એક ગ્લોબલ સ્ટાર બની ગઈ હોય અને દુનિયાભરમાં જાણીતી અને ફેવરિટ હોય.પરંતુ એક સમય એ પણ હતો જ્યારે તેને વિરોધ અને ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. આ વાત વર્ષ 2012ની છે જ્યારે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ હોલિવૂડ (Hollywood)માં ડેબ્યૂ પહેલા પોતાના સોંગ ‘ઈન માય સિટી’ ( In My City)ને રિલીઝ કર્યું હતું. જે સોંગ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ હોલિવૂડ આર્ટિસ્ટ will.i.m સાથે ગાયું હતું.
જ્યારે તેનું પુસ્તક Unfinished: A Memoirમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે કેવી રીતે તે સમયની તેની ખુશીને લોકોની પ્રતિક્રિયાઓએ નષ્ટ કરી દીધી હતી. પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ જણાવ્યું કે, આ સોંગ પર લોકોના ટ્વિટ અને નકારાત્મક પ્રતિક્રિયા મળી હતી જેના પગલે તેનું દિલ તુટી ગયું હતું.
પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ પુસ્તકમાં લખ્યુ છે કે, મને યાદ છે કે કેવા ઉત્સાહ સાથે મેં તે સમયે મારું ટીવી શરૂ કર્યું હતું અને પોતાને ગેમનું એલાન કરતા જોઈ હતી. તેના પછી મારા સોંગ In My City નો મસ્ત પ્રોમો ચાલ્યો હતો. તેને મેં લાખો દર્શકો સાથે જોયું હતું. હું તે સમયે જ્યાં હતી મારા અને મારા મ્યૂઝિકના મેનસ્ટ્રી અમેરિકામાં ઓળખાણ માટે NFL વીકિંગ સ્પોટથી વધારે સારું બીજુ કંઈ હોઈ જ ન શકે.
પ્રિયંકા ચોપરાએ વધુમાં જણાવ્યુ હતું કે, મારી આ ખુશી થોડા સમયમાં જ મારાથી છીનવી લેવામાં આવી હતી. યૂનાઈટેડ સ્ટેટ્સના આટલા મોટા પ્લેટફોર્મ ઉપર મારા સોંગના ડેબ્યૂનો ઉત્સાહ લોકોના નકારાત્મક અને ખરાબ ટ્વિટ કારણે દુઃખમાં પરિણામ્યો હતો. લોકોએ ઘણી વાતો સંભળાવી હતી. જે હું તમને જણાવી શકું છું.
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, તેને લોકોએ પોતાના દેશ પરત ફરવાની સાથે સાથે ખુબ જ ખરાબ કોમેન્ટો કરી હતી. તેણે લખ્યું કે, ઉદાહરણ માટે જણાવું તો મને કહેવામાં આવ્યું કે, આ બ્રાઉન આતંકવાદી એક ઓલ અમેરિકન ગેમને કેમ પ્રમોટ કરી રહી છે ? તો બીજાએ કહ્યું કે, મિડલ ઈસ્ટ પરત ફરી જા અને તારો બુરખો પહેરી લે. વર્ષો પછી એ કહેવું મારા માટે આજે પણ મુશ્કેલ છે કે લોકોએ કહ્યું હતું કે, તારા દેશમાં પરત ફરી જા અને ત્યાં ગેંગ રેપ કરાવ.
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ પોતાના પુસ્તક Unfinishedમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. તેણે પોતાની કારકિર્દીથી લઈને પ્લાસ્ટિક સર્જરી, ડેટિંગ લાઈફ, લગ્ન, સ્કૂલના દિવસો અને પરિવાર વિશે વાત કરી છે. પ્રિયંકા ચોપરાએ પોતાની જિંદગી સાથે જોડાયેલી કેટલીક હેરાન કરી દે તેવી વાતો જણાવી છે. જેને સાંભળીને ચાહકો દંગ રહી ગયા છે અને તેમની બહાદુરીને સલામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, રિલીઝ પછીથી અત્યાર સુધી પ્રિયંકાની ઑટો બાયોગ્રાફીને દુનિયાભરમાં કેટલાક લોકો ખરીદી ચૂક્યા છે. આ પુસ્તકે ન્યૂયોર્ક સ્ટાઈમ્સની બેસ્ટસેલર લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયાની મદદથી દરેકનો આભાર વ્યક્ત કર્યો છે. આજકાલ પ્રિયંકા ચોપરા સફળતાને એન્જોય કરી રહી છે.
આ વીડિયો પણ જુઓઃ ભાજપની જીતને લઈને અમિત શાહનું ટ્વીટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન