Some Interesting and Specialty of Samsung's Biggest Mobile Factory
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દુનિયાની સૌથી મોટી સેમસંગની મોબાઇલ ફેક્ટરીની આ છે વિશેષતા

દુનિયાની સૌથી મોટી સેમસંગની મોબાઇલ ફેક્ટરીની આ છે વિશેષતા

 | 5:40 pm IST

દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રીની સ્થાપના સેમસંગે ઉત્તરપ્રદેશનાં નોએડામાં કરી છે. નોએડાનાં સેક્ટર 81માં સ્થિત સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની આ કંપની 35 એકરમાં ફેલાયલી છે. આ કંપનીનું ઉદ્ઘઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે-ઇને કર્યું છે. તેમનાં હેલિકૉપ્ટરને ઉતારવા માટે ફેક્ટરી નજીક જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે.

નોએડાનાં સેક્ટર 81માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની આ કંપની 35 એકરમાં ફેલાયેલી છે. દક્ષિણ કોરિયાની આ કંપનીમાં 4,915 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ફેક્ટ્રીમાં બમણું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. સેમસંગ અત્યારે ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે. આ ફેક્ટરીની શરૂઆત થતા અંદાજે 12 કરોડ મોબાઇલ ફૉનનું મેન્યુફેક્ચરિંગ થશે. નવી ફેક્ટરી
માં ફક્ત મોબાઇલ જ નહી પરંતુ સેમસંગનાં કંજ્યૂમર ઇલેક્ટ્રોનિક સામાનનું પણ ઉત્પાદન થશે.

દેશમાં સેમસંગનાં 2 મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે. એક નોએડામાં અને બીજો શ્રીપેરૂબદૂરમાં. આ સિવાય સેમસંગ પાસે દેશમાં 5 રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. દેશમાં કંપનીનાં 1.5 લાખ રિટેલ આઉટલેટ છે. કંપનીનું 2016-17માં મોબાઇલ બિઝનેસ રેવેન્યૂ 34,400 કરોડ રૂપિયા અને વેચાણ 50,000 કરોડ રૂપિયા રહ્યું હતુ. સેમસંગ દ્વારા 70 હજાર લોકોને રોજગાર મળ્યો છે.

ભારતમાં મોબાઇલ કંપનીઓને પોતાની ફેક્ટરી ખોલવામાં વધારે મુશ્કેલી પડતી નથી, જ્યારે અન્ય દેશોમાં ફેક્ટરી ખોલવા માટે જટિલ કાયદાકીય પ્રક્રિયાઓ હોય છે. અન્ય દેશોમાં ભારત કરતા ટેક્સ વધારે હોય છે અને શ્રમ પણ મોંઘો મળે છે. તો ભારત મોબાઇલ સ્માર્ટફોન માટેનું મોટુ માર્કેટ છે. આ કારણે મોટી કંપનીઓ ભારતમાં જોખમ લેવા તૈયાર છે. કોરિયાની 500થી વધારે કંપનીઓ ભારતમાં છે. આ સિવાય કોરિયા ડિઝિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સાથે સાથે 70 હજાર કરોડ રૂપિયા ભેગા કરવામાં ભારતની મદદ કરી રહ્યું છે.