photos and some interesting facts of bhumi pednekar on her birthday
  • Home
  • Featured
  • Photos: એક એવી એકટ્રેસ જે અજાણતાંજ ઓડિશન આપી બની ગઈ દમદાર અભિનેત્રી

Photos: એક એવી એકટ્રેસ જે અજાણતાંજ ઓડિશન આપી બની ગઈ દમદાર અભિનેત્રી

 | 9:49 am IST

ભૂમિ પેડનેકર ‘દમ લગાકે હઈશા’, ‘શુભ મંગલ સાવધાન’, ‘ટોયલેટ એક પ્રેમકથા’, ‘સોન ચિડિયા’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી ચુકી છે. તેની આગામી ફિલ્મ ‘સાંડ કી આંખ’, અને ‘પતિ, પત્ની ઓર વો’ જેવી ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે આ ખુબસુરત અને ખુબજ ટેલેન્ટેડ અભિનેત્રીનો જન્મદિવસ છે. તો આજે તેની કેટલીક આકર્ષક તસવીરો જોઈશુ.

ભૂમિ આજકાલ લખનઉમાં ફિલ્મ ‘પતિ, પત્ની ઓર વો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ પુરૂ કરીને આજે તે પોતાનો જન્મદિવસ મનાવશે. ‘દમ લગાકે હઈશા’ ફિલ્મ ભૂમિની ડેબ્યુ ફિલ્મ હતી. એકટ્રેસ બનતા પહેલા ભૂમિ યશ રાજની ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂની આસિસ્ટન્ટ રહી ચુકી છે.

ભૂમિને અંદાજ પણ નહોતો કે તેની ફિલ્મ માટે પસંદગી થશે. તેને એક્ટિંગ સમયે કહેવામાં આવ્યુ હતુ કે તે ડેમો તરીકે છે એક્ટિંગ તો કોઈ બીજા પાસે કરાવવામાં આવશે. ફિલ્મમાં ભૂમિએ એક મોટી મહિલા સંધ્યાનો રોલ નિભાવ્યો હતો.

ફિલ્મ માટે તેણે ખુબજ વજન વધાર્યુ હતુ ભૂમિએ કરેલી ફિલ્મ ‘દમ લગાકે હઈશા’ અને ‘ટોયલેટ એક પ્રેમકથા’માં તેની એક્ટિંગની દમદાર એક્ટીંગની પ્રશંસા થઈ હતી. ભૂમિને આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 2018માં ભૂમિ ફોર્બ્સની 30 અન્ડર 30ની લિસ્ટમાં સામેલ થઈ હતી. જે ખુબજ ગર્વની વાત છે. ભૂમિને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન