Some lesser known facts about Kaun Banega Crorepati Season 11
  • Home
  • Entertainment
  • Bollywood
  • KBCની અંદરની વાતો ખુલી! કરોડ જીતનારને મળે માત્ર આટલા, બીગ બી પણ આ વાતથી અજાણ

KBCની અંદરની વાતો ખુલી! કરોડ જીતનારને મળે માત્ર આટલા, બીગ બી પણ આ વાતથી અજાણ

 | 10:38 am IST

કૌન બનેગા કરોડપતિ આમ તો ઘરે ઘરે ફેમસ થયેલો શો છે અને લોકો એને ખુબ જોઈ રહ્યા છે. ભણેલા અને અભણ બધા લોકોને આ શો પહેલાથી જ ખુબ પસંદ પડી રહ્યો છે. પરંતુ પડદા પાછળની વાત લોકો નથી જાણતા હોતા. ત્યાં કઈ રીતે આખી સિસ્ટમ કામ કરે છે એના વિશે કોઈ માહિતી બહાર નથી આવતી હોતી. KBC શરૂ થયું ત્યારથી ટીઆરપીનાં બાબતે ટોપ-10માં પોતાનું સ્થાન બનાવી રાખવામાં સફળ રહ્યું છે.

KBCની પડદા પાછળની વાતો

કૌન બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયા જીતનારા કન્ટેસ્ટન્ટને 30 ટકાનો ટેક્સ કાપીને બાકીની રકમ આપવામાં આવે છે. એટલે કે એક કરોડ રૂપિયા જીતનારને હકીકતમાં માત્ર 70 લાખ રૂપિયા જ મળે છે. અમિતાભ બચ્ચન શોમાં જે વોર્ડરોબનો ઉપયોગ કરે છે તેની કિમંત હોશ ઉડી જાય એટલી મોંઘી હોય છે. પ્રતિ અપિસોડ વોર્ડરોબની કિંમત એટલે કે આઉટફિટની કિંમત 10 લાખ કરતાં વધારે હોય છે.

કેબીસીમાં અભિતાભ બચ્ચનને ત્યાં સુધી સવાલના સાચા જવાબની જાણ હોતી નથી, જ્યાં સુધી કન્ટેસ્ટન્ટ જવાબને લોક કરવાનું ન કહીં દે. કોમ્પ્યુટર પર જે પ્રશ્ન આવી છે તે રિયલ ટાઈમ હોય છે. અમિતાભ બચ્ચનથી થોડે દૂર એક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટર સાથે બેસે છે. તે કન્ટેસ્ટન્ટના પર્ફોર્મન્સ પ્રમાણે ડિફિકલ્ટી લેવલ બદલે છે.

અમિતાભ બચ્ચને કેબીસીની બીજી સીઝન ઓછા ટાઈમ માટે હોસ્ટ કરી હતી. તેમને સ્વાસ્થ્યને લગતી તકલીફ હોવાથી સીઝન 2 ટૂંકાવવામાં આવી હતી અને તેની ત્રીજી સીઝનમાં શાહરુખને લેવામાં આવ્યો હતો. કેબીસીમાં કોઈ વ્યક્તિ અમિતાભ બચ્ચનનો ઓટોગ્રાફ માગે છે તો ત્યાં ઉપસ્થિત ક્રૂ મેમ્બર તેની બૂક છીનવી લે છે. શો પૂરો થયા બાદ અથવા તો ક્યારેય પછી પણ તે ઓટોગ્રાફ બૂક જે-તે વ્યક્તિને પરત મળતી નથી.

કેબીસીમાં અંડર 18 લોકોને કેમેરાની પાસે બેસાડવામાં આવે છે, જેથી તેઓ સ્ક્રીન પર ન દેખાય. જો તે હોટ સીટ કન્ટેસ્ટન્ટના પરિવારનો ભાગ છે ત્યારે જ કેમેરા તેની તરફ ફેરવાઈ છે. નહીં તો અંડર 18 ઉંમર ધરાવતી ઓડિયન્સને કેમેરામાં દેખાડાતા નથી. અમિતાભ બચ્ચન પાસે દરેક કન્ટેસ્ટન્ટ વિશેની માહિતી હોય છે. તેથી હોટ સીટ પર આવતા પહેલા તેઓ પોતાની કેબિનમાં જાય છે અને કન્ટેસ્ટન્ટ વિશે પૂરી માહિતી મેળવે છે.

કૌન બનેગા કરોડપતિમાં પહોંચવા માટે એક કન્ટેસ્ટન્ટે ત્રણ એલિમિનેશન રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. આ પહેલા SMS રાઉન્ડ, બીજો પર્સનલ કોલ જનરલ નોલેજ રાઉન્ડ અને ત્રીજો ઓડિશન હોય છે. આ બાગ શોમાં તે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ સુધી પહોંચે છે. શોમાં કોઈ પણ કન્ટેસ્ટન્ટ હોય છે પછી જીતે કે હારે. તે ત્યાં સુધી લોકેશન પરથી ન જઈ શકે જ્યાં સુધી તેનું પૂરૂ શૂટિંગ થઈ જતું નથી. તેને સેટ છોડવાની મંજૂરી હોતી નથી. સેટ પાસે કેબિન હોય છે ત્યાં બધાને બેસાડવામાં આવે છે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના રિઝલ્ટ બાદ શોમાંથી કેટલાક સમયનો બ્રેક લેવામાં આવે છે. આ દરમિયાન હોટ સીટ પર બેસનારા કન્ટેસ્ટન્ટનો કેમેરા પ્રમાણે મેકઅપ કરવામાં આવે છે અને પછી તે બિગ બીની સામે બેસે છે.

આ વીડિયો પણ જુઓ: આજના દિવસે અનેક ઘટનાઓ એવી બની હતી જેણે ઈતિહાસ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન