ત્રણ વર્ષની ભારતીય બાળકી શેરીનને મરતી જોઈ રહ્યો હતો, પાલક પિતા - Sandesh
  • Home
  • World
  • ત્રણ વર્ષની ભારતીય બાળકી શેરીનને મરતી જોઈ રહ્યો હતો, પાલક પિતા

ત્રણ વર્ષની ભારતીય બાળકી શેરીનને મરતી જોઈ રહ્યો હતો, પાલક પિતા

 | 12:51 pm IST

અમેરિકામાં મૂળ ભારતીય બાળકી શેરીન મેથ્યુસના રહસ્યમય મોત અંગે પોલીસે દાવો કર્યો છે કે શેરીનને દત્તક લેનાર ભારતીય-અમેરિકી પિતાએ જ બાળકીના મૃતદેહને કોથળામાં કારની પાછળ મુક્યો હતો અને એક નાળાની નીચે છૂપાવી દીધો હતો.

ત્રણ વર્ષની શેરીનનો મૃતદેહ તેના ઘરથી એક કિલોમીટર દૂર એક નાળા પાસેથી મળી આવ્યો હતો. બે અઠવાડિયા સુધીની શોધખોળ પછી શેરીનનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ શેરીનના પાલક પિતા વેસ્લી મેથ્યુઝે પોલીસને જણાવ્યું હતું કે દૂધ પીવાની ના પડતાં તેણે સાત ઓક્ટોબરે શેરીનને ઘર બહાર ઊભી રાખી હતી અને થોડાક જ સમયમાં તે લાપતા થઈ ગઈ હતી.

શેરીનનો મૃતદેહ મળી આવ્યા પછી મેથ્યુઝે નિવેદન ફેરવીને તોળ્યું હતું અને જણાવ્યું હતું કે તે જ્યારે શેરીનને બળજબરીથી દૂધ આપતો હતો ત્યારે તેનો શ્વાસ રુંધાઈ ગયો હતો અને મૃત્યુ પામી હતી. રિચર્ડસન પોલીસના જાસૂસ જુલ્સ ફાર્મરે કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું હતું કે શેરીનનો શ્વાસ રુંધાતો હતો ત્યારે તે સામે જ ઉભો હતો. જોકે તેણે ઈમરજન્સી નંબર 911 પર ફોન કર્યો ન હતો અને તેની નર્સ પત્નીને પણ બોલાવી ન હતી.