આ ટ્રીક્સ અજમાવી પાર્ટનરને કરો ઉત્તેજિત, અંતરંગ પળોનો આનંદ બમણો કરો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • આ ટ્રીક્સ અજમાવી પાર્ટનરને કરો ઉત્તેજિત, અંતરંગ પળોનો આનંદ બમણો કરો

આ ટ્રીક્સ અજમાવી પાર્ટનરને કરો ઉત્તેજિત, અંતરંગ પળોનો આનંદ બમણો કરો

 | 3:06 pm IST

શું તમારો પાર્ટનર તમને પહેલાની જેમ લખલૂટ પ્રેમ નથી કરતો? તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનર તમને ભરપૂર પ્રેમ કરે? સેક્સમાં પહેલા જેવી મજા નથી આવતી? તો આ ટ્રીક અજમાવો અને જુઓ પછી કેવા તે તમારા પર ઓળઘોળ થઈ જાય છે. ક્યારેક એવું બનતું હોય છે કે ગમે તે કારણોસર પાર્ટનર પ્રેમ અને અંતરંગ પળોને માણવા પ્રત્યે નિરસ બની જાય છે. અથવા તો કામનો બોજ હોય તો દૂર દૂર ભાગતા હોય છે. આ નાનકડી વસ્તુઓ ધ્યાનમાં લેશો તો બની શકે છે કે તમારો પાર્ટનર ખુશમીજાજ બની જાય.

1) પાર્ટનરને પહેલા તો નિયંત્રણમાં લઈને પ્રેમથી બંધનમાં બાંધી દો. આ માટે રેશમી પટ્ટીઓ લો અને ફોરપ્લે વખતે પાર્ટનરના હાથને માથાની ઉપર કરીને બેડ સાથે બાંધી દો. તેના માથા નીચે તકીયા મૂકો જેથી કરીને તમારી કામુક અદાઓ જોવામાં તેને કોઈ પરેશાની ન થાય. મોટાભાગના પુરુષો ઈચ્છે છે કે તેમની પાર્ટનર ખુબ પ્રેમ કરે અને આમ કરવાથી એવું મહેસુસ થશે કે તમારા પાર્ટનરનો તમારા પ્રતિ રસ વધી રહ્યો છે.

2) પુરુષોને શાવર નીચે પલળતા પલળતા પ્રેમનો અને અંતરંગ પળોનો આનંદ લેવો ખુબ ગમતો હોય છે. શારીરિક સુખની ઈચ્છાઓને જગાડવા માટે શાવર નીચે પલળતા પલળતા એકબીજાને ચુંબન કરવું એ પાર્ટનરને ઉત્તેજિત કરવાની સૌથી અસરકારક ટ્રીક છે. શાવર લેતી વખતે એકબીજાની શારીરિક ભાષાને પણ સમજવાનો પ્રયત્ન કરો.

3) સિનેમા હોલની છેલ્લી લાઈનની કોર્નર સીટ પર બેસીને કોઈ રોમેન્ટિંક ફિલ્મને જોતા જોતા દબાયેલા પ્રેમને બહાર લાવો,. એકબીજા સાથે ત્યાં સુધી સમય પસાર કરો જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ઉત્તેજિત ન થઈ જાઓ.

4) જ્યારે તમે બંને ઘરે એકલા હોવ ત્યારે કઈંક એવા કપડાં પહેરો જેનાથી તમારી શારીરિક સુંદરતા તમારા પાર્ટનરને તરત નજરમાં ચડે. તમને આ રીતે જોઈને તમારા પાર્ટનરની આંખોમાં ઉત્તેજનાની ચમક તમે સ્પષ્ટપણે જોઈ શકશો.

5) સેક્સ્યુઅલ ડાન્સ મૂવ દ્વારા પણ તમે તમારા પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. કેટલાક ડાન્સ મૂવ્સને અજમાવો જે પાર્ટનરની ઉત્તેજના વધારવાની સાથે જ બેડરૂમના માહોલને પણ એકદમ મસ્ત મસ્ત રોમેન્ટિક બનાવી દે.

6) તમારી બોડી લેન્ગ્વેજથી પાર્ટનરને એ સમજાવવાની કોશિશ કરો કે તમે સંબંધ બનાવવા માંગો છો. તમે ઈચ્છો તો પાર્ટનરની કેટલીક હરકતોની નકલ પણ કરી શકો છો. પરંતુ એ ધ્યાન રાખો કે તેમની તમામ આદતોની નકલ ન કરો, તેનાથી ઉલ્ટી અસર થઈ શકે છે.

7) પાર્ટનરને બેડ પર સૂવાનો કહો અને હુંફાળા તેલથી શરીરને માલિશ કરો. પાર્ટનરની પીઠ અને પગ નીચે સારી રીતે માલિશ કરો જેનાથી તેના શરીરને સંપૂર્ણ રીતે આરામ મળે. આ પ્રકારે બોડી મસાજ દ્વારા પણ તમે પાર્ટનરને સેક્સ માટે ઉત્તેજિત કરી શકો છો.

8) પુરુષોને પણ મસ્તી અને ટીખળભરી વાતો પસંદ હોય છે. તમે પાર્ટનરના કાનમાં કઈક કહો, તેમને એ બધુ જ જણાવો જે તમે તેમની સાથે કરવા માંગો છો અથવા તો તમે તેમની પાસે અપેક્ષા રાખો છો. આ માટે મેસેજનો પણ સહારો લઈ શકો છે. તેના દ્વારા તમે તમારા મનની વાત જણાવી શકો છો અને તેમને કહી શકો કે તમે તેમની રાહ જોઈ રહ્યા છો.