ફિલ્મ જોવા આવી કિશોરી સાથે શખ્સોએ કર્યા અડપલાં, પરિવારને માર્યો ઢોર માર, CCTV આવી સામે

રાજ્યમાં હાલ પણ મહિલાઓની સુરક્ષા એક ગંભીર સમસ્યા છે. આપણે અવારનવાર મહિલાઓ સાથે અડપલાં અથવા તો દુષ્કર્મ થયા હોવાના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે હવે વધુ એક એવી ઘટના રાજકોટથી બની છે જ્યાં એક કિશોરી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે અને યુવતીના પરિવારને માર મારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં 13 વર્ષીય કિશોરી સાથે છેડતી થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ખાતે આવેલ ક્રિસ્ટલ મોલમાં કિશોરી તેના પરિવાર સાથે ફિલ્મ જોવા આવી હતી. પરંતુ તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તરુણાની છેડતી કરી હતી. આ જોઈ પરિવારે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી શખ્સો સાથે 20 જણાના ટોળાંએ કિશોરીના માતા-પિતા અને ભાઈને ઢોર માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના મોલના એક CCTVમાં કેદ થઈ હતી. કિશોરીના માતા-પિતા અને ભાઈએ નજીકના પોલીસ સ્ટેશને ઘટના અંગે ફરિયાદ નોંધાઈ અને ન્યાયની માગ કરી. પોલીસે પણ CCTVના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ક્રિસ્ટલ મોલ અને હોસ્ટેલ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ બનાવથી લોકોમાં ભયનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન