આનંદીબેને સ્વેચ્છાએ આપ્યુ રાજીનામુ: વિજય રૂપાણી - Sandesh
  • Home
  • Main News
  • આનંદીબેને સ્વેચ્છાએ આપ્યુ રાજીનામુ: વિજય રૂપાણી

આનંદીબેને સ્વેચ્છાએ આપ્યુ રાજીનામુ: વિજય રૂપાણી

 | 7:02 pm IST

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સીએમ પદ પરની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ કરતો પત્ર સામે આવતા જ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. આ સમાચાર મળતા જ ભાજપાના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી મુખ્યમંત્રી નિવાસસ્થાને આનંદીબહેનને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, આનંદીબેનને રાજીનામાં માટે ફરજ પડાઈ નથી. આનંદીબેન પટેલ ભાજપાના પાયાના મૂળ કાર્યકર્તા છે. આનંદીબેને નરેન્દ્રભાઈ મોદી ગયા પછી તેમની ખોટ આવવા દીધી નથી. આનંદીબહેને ગતિશીલ ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સારી કામગીરી કરી છે.

રૂપાણીએ વધુમાં કહ્યું કે દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપા અમિત શાહને આનંદીબેને પત્ર લખીને જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. આવતા વર્ષે 2017ની વિધાનસભાની ચૂંટણી અને જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાતની ઇવેન્ટ આવી રહી છે ત્યારે નવી ટીમને કામ કરવાનો પૂરો સમય મળે તે હેતુથી મુક્ત થવાની માંગણી કરી છે. તેમણે પોતાની આ ઈચ્છા અંગે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરતો પત્ર લખી ફરજ મુક્ત કરવા જણાવ્યું છે.