NIFTY 9,454.75 +26.85  |  SENSEX 30,594.06 +129.14  |  USD 64.5675 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હવે સોમનાથ જશો તો જોવા મળશે એક નવું નજરાણું, જાણીને થશો ખુશ
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરનો ઈતિહાસ દર્શાવતો અદ્યતન મલ્ટિમીડિયા લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે આ પ્રોજેક્ટ પાછળ રૃ. ૩.૫૫ કરોડનો જંગી ખર્ચ કર્યો છે.

થ્રીડી પ્રોજેક્શન મેપિંગ, લેસર તથા એલઈડી લાઈટ એન્ડ સાઉન્ડ ધરાવતા આ મલ્ટિમીડિયા પ્રોગ્રામમાં ફિલ્મ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. આશરે ૩૫ મિનિટનો આ શો અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં બાયલિંગ્વલ તૈયાર થયો છે. મોદી જ્યારે ૨૦૧૨-૧૩માં મુખ્યમંત્રી હતા ત્યારે શરૃ થયેલો આ પ્રોજેક્ટ હજી હવે તૈયાર થયો છે.

આમ તો સોમનાથ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો ૨૦૦૩થી શરૃ કરાયો હતો. પરંતુ આ ટેક્નોલોજી ઘણી જૂની હતી. બાદમાં ૨૦૧૬માં આ શો અપડેટ કરાયો હતો, જેને માટે ફિલ્મ સ્ટાર ઓમપુરીએ કંઠ આપ્યો હતો. હવે થ્રીડી પ્રોજેક્શન મેપિંગ, લેસર તથા એલઈડી લાઈટ્સની અદ્યતન ટેક્નોલોવાળો મલ્ટિમીડિયા શો તૈયાર થયો છે, જેનું ઉદ્ઘાટન ૨૧મી એપ્રિલે સાંજે ૮ વાગે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ટાણે થશે.

1