Somnath Walk-Way Bhumipujan through the BJP National President at gujarat
  • Home
  • Gujarat
  • સોમનાથની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે ભુમિપૂજન

સોમનાથની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે ભુમિપૂજન

 | 1:11 pm IST

સોમનાથની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાવા જઇ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે સોમનાથના દરિયા કાંઠે 45 કરોડના ખર્ચે 1500 મીટર લાંબો અને સાત મીટર પહોળો વોક-વે (યાત્રીપથ)નું ભુમિપૂજન કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ખાતે શાહે રાત્રિ રોકાણ કર્યું હતુ.

તેમજ પરિવાર સાથે અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર છે. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવની મહાપૂજા કરી ધ્વજારોહણ કર્યું છે. આજે અમિત શાહ સી લિંક પાથનું ખાતમુહૂર્ત કરશે. સી લિંક પાથ 45 કરોડના ખર્ચે બનાવાયો છે. સી લિંક પાથ સોમનાથ મંદિર સામે સમુદ્ર કિનારે બનાવાયો છે.

સોમનાથ ખાતે સાગરદર્શન હોટલથી શરૂ થઇ ત્રિવેણી સંગમ સુધી 45 કરોડના ખર્ચે 15૦૦ મીટર લાંબા અને 7 મીટર પહોળા યાત્રીપથ એટલે કે વોક-વેનું નિર્માણ થશે. જેમાં યાત્રિકો માટે સુંદર બેઠક વ્યવસ્થા, ભક્તિમય સંગીતની સુરાવલીનો લાભ પણ મળશે.

આ ઉપરાંત આધુનિક લાઇટીંગ વ્યવસ્થા પણ રખાશે. વોક-વે ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનિક અનુભુતિનું ત્રિવેણી સંગમ સ્થળ બનશે. આ વોક-વેનું ભુમિપૂજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના હસ્તે થશે. બાદ સભા સંબોધશે. આ તકે ઝવેરીભાઇ ઠકરાર, રાજેશ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ , રૈયાબેન જોલોંધરા, જશાભાઇ બારડ, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહેશે.

પ્રત્યેક રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ સોમનાથ મહાદેવના દર્શને અચુક આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહ મોડી સાંજે સપરિવાર સોમનાથ આવી પહોંચ્યા હતા. સવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સોમનાથ પહોંચશે. સવારે ભાજપ અધ્યક્ષ સોમનાથ દર્શન પૂજા અર્ચના કરી છે.