16મીએ સોમવતી અમાસ, જાણો શું છે તિથિનો સમય અને કેવું મળશે ફળ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 16મીએ સોમવતી અમાસ, જાણો શું છે તિથિનો સમય અને કેવું મળશે ફળ

16મીએ સોમવતી અમાસ, જાણો શું છે તિથિનો સમય અને કેવું મળશે ફળ

 | 9:19 am IST

શાસ્ત્રોમાં અને હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી સોમવતી અમાસ ૧૬ એપ્રિલના સોમવારે હોવાની સાથે જ મંદિરોમાં પૂજા-આરતીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભક્તોના ઉપવાસ, તપ, વ્રત માટે સોમવતી અમાસનું ભારે મહાત્મ્ય હોય છે. સામાન્યપણે દર વર્ષે બે સોમવતી અમાસ આવે છે. જોકે, 2018ની સાલમાં એકમાત્ર સોમવતી અમાસ હોય અને તે 16મીએ હોવાથી ભક્તોમાં થનગનાટ વધી ગયો છે, પરંતુ આખા વર્ષની એક માત્ર સોમવતી અમાસ માત્ર 1.07 કલાકની જ હોવાને કારણે વિચિત્ર સ્થિતિ સર્જાઇ છે. સોમવારે સવારે 6.21 વાગ્યે સૂર્યોદય તિથીમાં અમાસની શરૃઆત બાદ 7.28 વાગ્યે પડવો લાગી જશે.

હિન્દુ શાસ્ત્રો મુજબ, સોમવતી અમાસે ભગવાન શિવ અને પીપળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. દરમિયાન પિતૃઓના નામ લઇને પીપળાને કાચું દૂધ, પાણી, કાળા તલ, લવિંગ ચઢાવવું શુભદાયી માનવામાં આવે છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સોમવતી અમાસની ભારે રાહ જોતા હતા, પરંતુ સોમવતી અમાસ આવી જ ન હતી. સોમવતી અમાસ ખૂબ જ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ સિવાય સોમવાર, મંગળવાર, ગુરુવાર હોય અને અનુરાધા, વિશાખા, સ્વાતી નક્ષત્ર હોય તો તે પણ બહુ જ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. તેને શ્રાદ્ધ, પિતૃશાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવાળી પણ અમાસને દિવસે જ હોય છે અને સૂર્યગ્રહણ પણ અમાસને દિવસે જ થાય છે. ચાલુ વર્ષે 2018માં એકમાત્ર સોમવતી અમાસ હોવાની સાથે જ 16 એપ્રિલના સોમવારે મનાવાશે. જોકે, તેમાં તિથિ પ્રમાણે માત્ર 1.07 કલાક જ મળશે.

જ્યોતિષાચાર્ય ડો.હરીશ જોશીના જણાવ્યા મુજબ, 2018ની એક માત્ર સોમવતી અમાસ 16મીના સોમવારે સવારે 6.21 વાગ્યે સૂર્યોદય પછી 1.07 કલાકની જ રહેશે. સૂર્યોદય તિથિને કારણે આખો દિવસ અમાસ માનવામાં આવે છે, પરંતુ સવારે 7.28 વાગ્યે પડવો લાગી જશે. પડવો મંગળવારે વહેલી સવારે ૫.૪૬ વાગ્યા સુધી રહેવાથી વૈશાખ મહિનાની શરૃઆત ક્ષયતિથિથી થશે. તેમાં પણ મહિનાની શરૃઆત શનિ, મંગળની યુતિ, રાહુ સાથે ષડાષ્ટક યોગ અને સૂર્ય-ચન્દ્ર સાથે ત્રિકોણ યોગથી થશે. આ વર્ષે સોમવતી અમાસ અશ્વિની નક્ષત્રમાં આવે છે. અશ્વિની નક્ષત્ર કેતુનું નક્ષત્ર છે, જે અભાવ પેદા કરે છે. આ યોગો સારા સંકેતો આપતા નથી. મંગળ પણ 2 મેથી મકર રાશિમાં ઉચ્છનો થાય છે, જે છ મહિના સુધી ઉચ્ચનો રહેશે. આ સમય દરમિયાન યુદ્ધ જેવા સંકેતો બનશે.