Son Akshaye Khanna among BJP’s shortlisted candidates for Vinod Khanna’s Gurdaspur seat
  • Home
  • Featured
  • ભાજપે ગુરદાસપુર બેઠક માટે બોલીવુડના આ અભિનેતાનું નામ અંતિમ યાદીમાં સમાવ્યું

ભાજપે ગુરદાસપુર બેઠક માટે બોલીવુડના આ અભિનેતાનું નામ અંતિમ યાદીમાં સમાવ્યું

 | 8:43 pm IST

ભાજપે પંજાબની ત્રણ લોકસભાની બેઠકો પર અનેક નામોની ટૂંકી યાદી બનાવી છે. જેમાં તેની સહયોગી પાર્ટી શિરોમણિ અકાલી દળ (એસએડી)ના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હરદીપ પુરી અમૃતસર માટે સંભવિત ઉમેદવાર છે તો બોલિવૂડ એક્ટર અક્ષય ખન્નાનું નામ ગુરદાસપુર બેઠક માટે સમાવિષ્ટ છે.

વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું હતું કે પંજાબમાં અમૃતસર, ગુરદાસપુર અને હોશિયારપુર બેઠકો પર અનેક નામો અંગે વિચારવિમર્શ ચાલી રહ્યો છે અને બેએક સપ્તાહમાં ઉમેદવારીની પસંદગી થઈ જશે. પંજાબમાં ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે નામોની જાહેરાત કરવામાં થોડી વાર લાગે એમ છે. જોકે નેતાએ આ માહિતી તેમનું નામ ના જણાવવાની શરતે આપી હતી.

પક્ષ ગુરદાસપુર બેઠક માટે આક્રમક નેતાની ખોજમાં

ભાજપ ગુરદાસપુર બેઠક પર હાલના સાંસદ સુનીલ જાખડ સામે આક્રમક નેતાની ખોજમાં છે, જેમાં આ બેઠક પરથી ચાર વખત જીતેલા સ્વર્ગસ્થ વિનોદ ખન્નાનાં પત્ની કવિતા ખન્ના અથવા તેમના પુત્ર ફિલ્મ કલાકાર અક્ષય ખન્નાને ચૂંટણીમેદાનમાં ઉતારવા પર ગંભીરપણે વિચારણા કરી રહી છે. પાર્ટીના મતે જો કવિતા ખન્ના વાંધો ના ઉઠાવે તો અક્ષય ખન્ના બોલિવૂડનો ચાર્મ ધરાવે છે તેમ જ તેના પિતાની યાદો પણ સારી અસર કરશે અને જાખડ સામે કાંટાની ટક્કર આપી શકશે, એમ સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું.

જોકે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને પાર્ટીના રાષ્ટ્રીય વાઇસ પ્રમુખ અશ્વની રાય ખન્ના પણ ટિકિટ મેળવવાની રેસમાં છે. વળી વિનોદ ખન્નાના મૃત્યુ પછી 2017માં મુંબઈસ્થિત બિઝનેસમેન સ્વર્ણ સિંહ સલારિયા કે જેમણે પેટા ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા, તેઓ પણ ફરી એક વાર ટિકિટ માટેની દોડમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન