જામનગર: પત્ની રીસાતા જમાઇરાજાએ સસરા અને સાળાને ધીબેડી નાંખ્યા - Sandesh
NIFTY 10,990.65 -28.25  |  SENSEX 36,497.20 +-44.43  |  USD 68.5525 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • જામનગર: પત્ની રીસાતા જમાઇરાજાએ સસરા અને સાળાને ધીબેડી નાંખ્યા

જામનગર: પત્ની રીસાતા જમાઇરાજાએ સસરા અને સાળાને ધીબેડી નાંખ્યા

 | 5:25 pm IST

જામજોધપુરના દલ દેવળીયાગામની યુવતીએ દસેક માસ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા બાદ છેલ્લા પંદર દિવસથી રીસામણે બેઠી હતી. જેથી બે દિવસ પુર્વે યુવતીનો પતિ અન્ય બે શખ્સો સાથે તેણીને તેડવા આવ્યો હતો. તેણીને ન મોકલતાં સાળા અને સસરા ઉપર હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુર તાલુકાના દલ દેવળીયાગામમાં રહેતાં જયભાઈ નરેન્દ્રભાઈ બાવીસી(ઉ.વ.ર૭) નામના યુવાનની બહેન ડેનીશાએ આઠ-દસ માસ પહેલા સડોદર ગામના નરેશભાઈ ખીમાણંદભાઈ બેરા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતાં. જે બાદ ડેનીશા છેલ્લા પંદરેક દિવસથી ભાઈના ઘરે રીસામણે બેઠી હતી. જેથી નરેશ ખીમાણંદભાઈ બેરા, માધાભાઈ ચાંડપાનો દિકરો અને એક અજાણ્યો શખ્સ ગત તા.૮ના રોજ ડેનીશાને તેડવા માટે આવ્યા હતાં. ત્યારે ડેનીશાએ તેની સાથે જવાની ના પાડી હતી. તેમજ ડેનીશાના ભાઈએ પણ ના પાડી હતી.

જેથી નરેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાળા જયભાઈ અને સસરા નરેન્દ્રભાઈ ઉપર હુમલો કર્યો હતો અને ધોકા વડે અને ઢીકા-પાટુનો માર મારીને શરીરે મુંઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટયા હતાં. આ અંગેની જયભાઈ બાવીસીએ ગઈકાલે શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પો.હે.કો.એસ.એચ.જાડેજાએ તપાસ આરંભી છે અને આરોપીઓની શોધખોળ આરંભી છે.