કચ્છ: નાક-કાન કાપ્યા, કુહાડીના ઘા ઝિંક્યા, જમાઇ અને વેવાઇએ કરી વેવાઇની હત્યા - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છ: નાક-કાન કાપ્યા, કુહાડીના ઘા ઝિંક્યા, જમાઇ અને વેવાઇએ કરી વેવાઇની હત્યા

કચ્છ: નાક-કાન કાપ્યા, કુહાડીના ઘા ઝિંક્યા, જમાઇ અને વેવાઇએ કરી વેવાઇની હત્યા

 | 12:20 pm IST

બે દિવસ આગાઉ કચ્છના રાપર તાલુકાના પદમપરની સીમમાં થયેલી આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા માં તપાસ દરમિયાન ચોકવાનારો ખુલાસો બહાર આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આધેડ વ્યક્તિના જમાઈ-વેવાઈએ જ તેમની હત્યા કરી હતી.

બે દિવસ આગાઉ રાપરના પદમપર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વહેલી સવારે એક આધેડ ખેડૂતની ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી લાસ મળી આવી હતી. આ હત્યાનો ભેદ પૂર્વ કચ્છ LCBએ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ હત્યા પાછળ છુટાછેડા કારણભૂત હોવાનો અને ક્રૂરતા પૂર્વક ભોગ બનનાર વેલજીભાઈ રણછોડભાઈ રાવરીયાના નાક-કાન કાપી બાદમાં કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.

ભોગ બનનાર વાલજીભાઈની દીકરીના હિતેશ પરબતભાઈ ચૌધરી સાથે લગ્ન થયા હતા. પુત્રીનો જન્મ થયા બાદ ઘરકાંકસના કારણે ભોગ બનનાર વલજીભાઈએ તેમની દીકરીના છૂટાછેડા કરાવ્યા હતા. જેથી સમાજમાં પોતાનું નાક કપાઈ ગયું હોવાનું મનદુઃખ રાખી જમાઈ અને વેવાઈએ તેમનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા પહેલા ભોગ બનનાર વલજીભાઈના નાક અને કાન કાપી અને પછી હત્યા કરી હતી. પોલીસે આરોપી હિતેષ અને પરબતને પકડી પાડી પૂછપરછ કરતાં તેમણે આ ક્રૂરતા પૃવક હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એલ.સી.બીએ વધુ તપાસ માટે આ બંને આરોપીઓને આડેસર પોલીસને સોંપી દીધા હતા.