Son-in-Law of Maharashtra Cabinet Minister Nawab Malik, arrested by NCB
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NCBનો બેવડો સપાટો, ઉદ્ધવ સરકારના મંત્રીના જમાઈની ધરપકડ, રામપુરમાં ધડાધડ દરોડા

NCBનો બેવડો સપાટો, ઉદ્ધવ સરકારના મંત્રીના જમાઈની ધરપકડ, રામપુરમાં ધડાધડ દરોડા

 | 10:44 pm IST
  • Share

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના અગ્રણી નેતા નવાબ મલિકના જમાઇ સમીર ખાનની બુધવારે એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 200 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું તે કિસ્સામાં એનસીબીને બ્રિટિશ ડ્રગ પેડલર કરણ સજનાની પાસેથી સમીરના કોન્ટેક્ટની જાણકારી મળી હતી.

બીજી બાજુ NCB એ ઉત્તર પ્રદેશના રામપુરમાં પણ છાપામારી શરૂ કરી દીધી છે. એનસીબીની આ કાર્યવાહી સમીર ખાન સાથેની પુછરપરછ બાદ શરૂ કરી છે. સમીર ખાનના ડ્રગ્સ લિંક શોધવા એનસીબીએ આકરી કાર્યવાહી આદરી છે.

આ તપાસમાં 20 હજાર રૂપિયાની લેવડ-દેવડ થઇ હોવાનું પણ સામે આવ્યું છે. સમીર ખાને ઓનલાઇન ગૂગલ પે એપ મારફત આ નાણા ટ્રાન્સફર કર્યા હતાં. સમીરે ડ્રગ ડીલરને પૈસા કેમ ચૂકવ્યા હતા તે અંગે પૂછપરછ કરવા એનસીબીએ બુધવારે સવારે મુંબઈની એનસીબી ઓફિસે હાજર થવા સમીરને જણાવ્યું હતું.

નોંધનીય છે કે સમીર ખાનના લગ્ન નવાબ મલિકની પુત્રી નીલોફર સાથે થયાં છે. જાણકારોના મતે આ પ્રકરણના છાંટા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પર પણ ઊડી શકે અને તેમના માટે આગળ ઉપર મુશ્કેલી ઊભી થઈ શકે. નોંધનીય છે કે, ડ્રગ કૌભાંડનાં કારણે અનેક ફિલ્મ કલાકારો ફસાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન