Son kicks Mother and gave threat to burn house in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનો કળિયુગી પુત્ર, માતાને લાતો મારી ઘર સળગાવી દેવાની આપી ધમકી

અમદાવાદનો કળિયુગી પુત્ર, માતાને લાતો મારી ઘર સળગાવી દેવાની આપી ધમકી

 | 3:35 pm IST

માતા-પિતા લાડ પ્યારથી પોતાના નાના બાળકોને મોટાં કરે છે. અને પેટે પાટા બાંધીને પણ તેમનો ઉછેર કરે છે. પણ જ્યારે પુત્રો મોટા થઈ જાય છે ત્યારે તેઓ એ જ માતાપિતાની સેવા કરવામાં ઉણા ઉતરે છે. આવા જ એક કળિયુગી પુત્રનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જ્યાં એક પુત્રએ પોતાની માતાને લાતો મારી ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. આખરે પુત્રના ત્રાસથી કંટાળેલા પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

અમદાવાદનો આ બનાવ સૈજપુર બોઘાનો છે. અહીં રઘુવીર સોસાયટીમાં બબીબહેન રાઠોડ (ઉંમર-79) પતિ અને બે પુત્રો જગજીવન અને મહેન્દ્ર સાથે રહે છે. જ્યારે તેમનો ત્રીજો પુત્ર નિકુલ રાઠોડ તેની પત્ની અને બાળકો સાથે કૃષ્ણનગરમાં રહે છે. રવિવારે નિકુલ તેના માતાપિતાના ઘરે ગયો હતો. નિકુલ ઘરે આવતાં જ પિતા ગભરાઈ ગયા હતા. અને ઘરની બહાર નીકળી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતાં પિતા અને પુત્ર પોલીસ સ્ટેશને ગયા હતા. તે સમયે ઘરે રહેલાં નિકુલે પોતાની માતાને લાતો મારી હતી અને ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.

પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળેલાં પિતાએ પુત્ર વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. જે બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. નિકુલે અગાઉ પિતાને પણ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જુઓ આ વીડિયો પણ…

બનાસકાંઠાના વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન