નાની વિરાણીમાં આડાસંબંધમાં છુપાઈને ફોન પર વાત કરતી માતાને પુત્રોએ બેટથી ફટકારી - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • નાની વિરાણીમાં આડાસંબંધમાં છુપાઈને ફોન પર વાત કરતી માતાને પુત્રોએ બેટથી ફટકારી

નાની વિરાણીમાં આડાસંબંધમાં છુપાઈને ફોન પર વાત કરતી માતાને પુત્રોએ બેટથી ફટકારી

 | 2:00 am IST

માંડવી તાલુકાના નાની વિરાણી ગામમાં માતાને અન્ય પુરુષ સાથે ફોન પર વાત કરતી જોઈને બે પુત્રો આવેશમાં આવી ગયા હતા. ફોન પર છુપાઈને વાત કરી રહેલી માતાને માથામાં બેટ ફટકાર્યો હતો, તો બીજા પુત્રે પીઠના ભાગે લાકડી ફટકારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતાં માતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પિતાએ બંને પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.

ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ૩૯ વર્ષીય માતાને ૨૧ અને ૧૯ વર્ષના બંને પુત્રોએ બેટ અને લાડકીથી માર મારી ઘાયલ કરી હોવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે સહપરિવાર ઘરમાં હતો તે દરમ્યાન માતા પાસેથી અચાનક એક છુપાયેલો ફોન મળી આવ્યો હતો. પુત્રોથી બચવા માટે માતાએ એક રૃમમાં પોતાને બંધ કરી લીધી હતી, પરંતુ થોડા સમય બાદ રૃમમાંથી બહાર આવતાં બંને પુત્રોનો પિત્તો ગયો હતો અને માતાને બેટથી માથાના ભાગે અને પીઠના ભાગે માર માર્યો હતો, જેમાં ૩૯ વર્ષીય માતાને માથામાં ૨૪ જેટલા ટાંકા આવ્યા હતા. પિતાએ ફરિયાદમાં જણાવ્યુંુ હતું કે, છેલ્લા પાંચ વર્ષથી  ગામનો જ અને હાલે મસ્કત રહેતા શખસ સાથે આડાસંબંધ હોવાથી તે છુપાઈને અવારનવાર વાત કરતી હોવાની જાણ પુત્રોને થતાં પરિવારમાં આ મામલાએ ઉગ્રસ્વરૃપ ધારણ કરી લીધું હતું. ગંભીર રીતે ઘવાયેલી માતાને ૧૦૮ મારફતે ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ગઢશીશા પોલીસે બંને પુત્રો વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૨૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.   માતા પાસે ફોન હોવાની જાણ પુત્રોને થતાં બંને પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન માતા દોડીને એક વાર બાથરૃમમાં પણ સંતાઈ ગઈ હતી, પરંતુ ક્રોધિત થયેલ બંને પુત્રો કોઈપણ કાળે ફટકારવાનો મનમાં નિિૃત કરી લીધું હતું અને માથાના ભાગે તથા પેટના ભાગે લાકડી અને ક્રિકેટ રમવાના બેટથી તૂટી પડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન