Son Of Shilpa Shetty Won Gold Medal In Taekwondo Competition
  • Home
  • Videos
  • શિલ્પા શેટ્ટીનાં દીકરાએ તાઇક્વાંડો ફાઇટમાં જીત્યો ગૉલ્ડ, વિરોધીને ફટકારી જોરદાર કિક

શિલ્પા શેટ્ટીનાં દીકરાએ તાઇક્વાંડો ફાઇટમાં જીત્યો ગૉલ્ડ, વિરોધીને ફટકારી જોરદાર કિક

 | 10:50 am IST

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી શાનદાર લાઇફ સ્ટાઇલ મેંટેન કરે છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. તેણે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં શિલ્પા શેટ્ટીનો દીકરો તાઇક્વાંડો કૉમ્પિટીશનમાં પોતાના વિરોધીને કિક મારતો જોવા મળી રહ્યો છે. શિલ્પા શેટ્ટીનો દીકરો આટલી ઓછી ઉંમરે જે રીતે તાઇક્વાંડો ફાઇટ કરી રહ્યો છે તેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે મોટો થઇને તે શાનદાર એક્શન કરતો જોવા મળશે. શિલ્પાએ આ મજેદાર વિડીયો શેર કર્યો છે.

વિડીયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, ‘મારા દીકરાની પહેલી તાઇક્વાંડો કૉમ્પિટીશન અને તેણે 2 ગૉલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.