• Home
  • Supplements
  • Cine Sandesh
  • સોનાક્ષીએ મોડી મોડી પત્રકારોની કિંમત કરી ખરી!

સોનાક્ષીએ મોડી મોડી પત્રકારોની કિંમત કરી ખરી!

 | 4:16 am IST

એક હાથમાં નોટપેડ અને બીજા હાથમાં મોબાઈલ પકડીને, એક આંખમાં ઉત્સુકતા અને બીજી આંખમાં સતર્કતાના આંજણ આંજીને બોલિવૂડ બોય ઉફ્ર્ બો-બો ફ્રી એક વાર તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છે. આજે એ ઉત્સાહી પ્રેસ રિપોર્ટર બન્યો છે. એક જમાનામાં પત્રકાર એટલે ખભે લાંબો બગલથેલો લટકાવીને ર્ફ્યા કરતું ઝભ્ભાધારી ચશ્મીશ માનવપ્રાણી. જૂની ફ્લ્મિોમાં તમે જોજો. લેખક-પત્રકારોને આવા જ ટિપિકલ લિબાસમાં જોવા મળશે. આજે ઇલેકટ્રોનિક મીડિયા અને ડિજિટલ પ્લેટફેર્મ્સના વિસ્ફેટ પછી જમાનો બદલાઈ ગયો છે. પત્રકારોને આજે સ્ક્રીન પર ઠીક્ ઠીક્ સ્માર્ટ દેખાય છે.

આજે રિલીઝ થઈ રહેલી ફ્લ્મિ ‘નૂર’ની જ વાત કરો. આમાં સોનાક્ષી સિંહા ફ્લ્ડિ પર રખડપટ્ટી કરીને જાતજાતની સ્ટોરીઓ ખોદી કાઢતી રિપોર્ટર બની છે. ‘નૂર’નું ટ્રેલર જોઈને બો-બોના દિલમાં ખૂબ રાહત થઈ હતી, કેમ કે સોનાક્ષીને માઈન્ડલેસ કમર્શિયલ ફ્લ્મિોમાં દમ વગરના રોલ કરતાં જોઈ જોઈને એ સોલિડ કંટાળી ગયો હતો. ‘નૂર’ સોનાક્ષીની અગાઉની ફ્લ્મિો કરતાં ઘણી અલગ દેખાય છે. એકચ્યુઅલી, તે સબા ઇમ્તિયાઝ નામની પાકિસ્તાની લેખિકાની ‘કરાંચી, યુ આર કિલિંગ મી!’ નામના પુસ્તક પર આધારિત છે. પત્રકારિણી તરીકેની પોતાની સ્ટ્રગલ ક્રતાં ક્રતાં પોતે લવલાઈફ્માં જે છબરડાઓ કર્યા એની વાત લેખિકએ આ પુસ્તક્માં કરી છે.

સુનિલ સિપ્પીએ ડિરેકટ કરેલી આ ફ્લ્મિનો શરૂઆતનો હિસ્સો રોમેન્ટિક કોમેડી જેવો લાગે છે. બીજી નજરે આપણે તરત એ નોંધીએ છીએ કે આ ફ્લ્મિમાં સોનાક્ષી સિવાય સ્ટાર કહેવાય એવું તો બીજું કોઈ નથી. મીન્સ કે આ નિતાંતપણે હીરોઈન-સેન્ટ્રિક ફ્લ્મિ છે.

ઓડિયન્સ થિયેટર તરફ્ શા માટે ખેંચાય છે? સ્ક્રીન પર સરસ કહાણી જોવા માટે, મનોરંજન મેળવવા માટે, સારી રીતે ટાઈમ પાસ કરવા માટે. અલબત્ત, કહાણી સારી છે કે કેમ, મનોરંજન મળે છે કે કેમ, ટાઈમ પાસ થાય છે કે ક્ેમ એ તો તમે એક વાર થિયેટરમાં ઘૂસીને ફ્લ્મિ જુઓ પછી ખબર પડે, પણ સ્ટાર દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. ડિરેકટર, ગીત-સંગીત, હાઈપ અને પ્રમોશનથી ફ્રક પડે જ છે, પણ ફ્લ્મિમાં વજનદાર સ્ટાર હોય તો આમ દર્શકના મનમાં આ ફ્લ્મિ જોવાનું આકર્ષણ પેદા થાય છે. જેમ કે, આપણે સૌ માનીએ છીએ ક્ે આમિર ખાનની ફ્લ્મિ આવે એટલે આંખ બંધ કરીને ટિકિટ ખરીદીને થિયેટરમાં ઘૂસી જ જવાનું. સલમાનના અસંખ્ય ચાહકે માટે એની ફ્લ્મિ જેવી હોય એવી, તે જોવાની એટલે જોવાની. દીપિકા પાદુકોણ… ઉફ્ફ્! એની ફ્લ્મિ જોવા માટે હું થિયેટર શું, ચાંદ પર પણ પહોંચી જાઉં એવું ક્હેનારા અનેક્ મળશે. આ બધાં સેન્ટિમેન્ટ્સની ઊંચી કમર્શિયલ વેલ્યુ છે.

હીરોઈનો ક્રતાં હીરોલોગમાં ઓડિયન્સને થિયેટરમાં ખેંચી લાવવાની તાકત વધારે હોય છે એવી છાપ છે, જે સાચી પણ છે. એટલેસ્તો હીરોઈનો કરતાં હીરોને ઘણી વધારે ફ્ી મળે છે. સદભાગ્યે છેલ્લા કેટલાક સમયથી હીરોઈનો કેન્દ્રમાં હોય તેવી ફ્લ્મિો બોકસઓફ્સિ પર સફ્ળ થઈ રહી હોવાથી ફ્લ્મિમેકરોની હિંમત ખૂલી છે.

‘નૂર’માં કામ કરતાં કરતાં સોનાક્ષીને અચાનક બ્રહ્મજ્ઞાાન લાધ્યું છે કે જર્નાલિસ્ટ બનવું જરાય આસાન નથી. એક સ્ટોરી માટે પત્રકરે ખૂબ બધી કસરત કરવી પડે છે! આથી સોનાક્ષીના મનમાં એકાએક પત્રકારો માટે માન જાગ્યું છે. ચલો, દેર સે આયે દૂરસ્ત આયે. મોડી તો મોડી, સોનાક્ષીને પત્રકારોની કિંમત થઈ ખરી.

યુ નો વોટ, ફ્લ્મિી લોકો જ્યારે પત્રકારો વિશે કશી કમેન્ટ કરે છે ત્યારે નાઈન્ટીનાઈન પર્સન્ટ તેઓ ફ્લ્મિો વિશે લખતા કે ફ્લ્મિી ઇવેન્ટ્સ કવર કરતા પત્રકારો વિશે વાત કરતા હોય છે. મોટા ભાગની ફ્લ્મિી જનતાને મન જર્નાલિસ્ટ એટલે ફ્લ્મિ જર્નાલિસ્ટ અને જર્નાલિઝમ એટલે ફ્લ્મિ જર્નાલિઝમ! નોટ ફ્ેર. ફ્લ્મિસ્ટારોએ પોતાની દષ્ટિનો વ્યાપ જરા વધારવાની જરૂર છે!

બાય ધ વે, એક વાત તમે નોંધી? આ વખતે બો-બોએ સોનાક્ષી સિંહા વિશે વાત કરતી વખતે એક પણ વાર એને ‘જાડુડીપાડુડી’ નથી કીધી કે એક પણ વાર એની સરખામણી ગેસના લાલ સિલિન્ડર સાથે નથી કરી. એનું સૌથી પહેલું કારણ એ કે સોનાક્ષીએ શરીરનું વજન ઉતારવાની મહેનત કરી હોવાથી એ આજકાલ કયૂટ દેખાય છે અને બીજું, એની એની ફ્લ્મિોની ચોઈસ હવે ઇમ્પ્રુવ થઈ હોવાથી બો-બોની નજરમાં એનું માન વધ્યું છે. ગુડ ગોઇંગ, ગર્લ!

 

સાચ્ચે, કુડીયોં કા હૈ જમાના. ગયા અઠવાડિયે ‘બેગમ જાન’ આવી અને આજે એક નહીં બબ્બે હીરોઈન-સેન્ટ્રિક ફ્લ્મિો રિલીઝ થઈ. પહેલી, એઝ યુ નો, ‘નૂર’ અને બીજી છે, ‘માતૃ’. (બો-બોને સમજાતું નથી કે આ લોકો અંગ્રેજી ટાઈટલનો સ્પેલિંગ એમ-એ-એ-ટી-આર ‘માટ્ર’ કે ‘માત્ર’ એવો કેમ કરે છે?) ફ્લ્મિમાં  રવીના ટંડન એક જુવાનજોધ દીકરીની મા બની છે. દીકરી પર રેપ થાય છે અને એનું મર્ડર થઈ જાય છે. ફ્રિયાદ નોંધવામાં અને પછી ઝડપી એકશન લેવામાં પોલીસખાતું વેઠ ઉતારે છે. ન્યાયખાતું પણ ઘટતું કરવામાં ઢીલું પડે છે. એ તો ઠીક, રવીનાનો પતિ સુધ્ધાં એને પૂરો સાથ આપતો નથી. રવીના નક્કી ક્રે છે કે ભલે કોઈ મારી પડખે ઊભું ન રહે, પણ મારી દીકરી પર થયેલા અત્યાચાર અને અન્યાયનો બદલો હું લઈને જ રહીશ. ત્યાર બાદ એ જે કંઈ કરવું પડે છે તે સઘળું કરે છે.

ટૂંકમાં, આ એક રિવેન્જ ડ્રામા છે, જેની પ્રેરણા દેખીતી રીતે જ નિર્ભયા પ્રકરણ અને આ પ્રકારના અન્ય ભયાનક કિસ્સાઓ પરથી લેવામાં આવી છે. તમે છેલ્લે રવીનાને ‘બોમ્બે વેલ્વેટ’માં જોઈ હશે. (ત્ચ ત્ચ ત્ચ…સોરી!) તેમાં ભગવાને જાણે શું કમ મેઈન હીરોઈન અનુષ્કા શર્માને લગભગ આખી ફ્લ્મિમાં ચેતના વગરની અને મુડદાલ બનાવીને પેશ ક્રવામાં આવી હતી, પણ રવીના ટંડને જાઝ સિંગરના નાનકડા રોલમાં બહુ જ મસ્ત જલવા વિખેર્યા હતા. એક વાત તો માનવી પડે. વર્ષો વીતી ગયાં, પણ રવીના આજની તારીખે ય ‘શહર કી લડકી’ કે ‘ટીપ ટીપ બરસા પાની’ જેવાં ગીતોમાં જેટલી સુંદર લાગતી હતી એટલી જ નયનરમ્ય લાગે છે. પોતાનો લુક સરસ મેન્ટેઈન કર્યો છે એણે.

એ સ્થિર સૈયદ નામના ડિરેકટરે બનાવેલી ‘માતૃ’ને રવીનાની કમબેક ફ્લ્મિ ક્હી શકય. બાય ધ વે, એણે બે નાનકડી બાળકીઓને દત્તક લીધી હતી તે તમે જાણો છો? આજે તો બંને દીકરીઓ જુવાન થઈ ગઈ છે. બબ્બે દીકરીઓની મા હોવાને લીધે રવીનાને આ ફ્લ્મિમાં માના કિરદાર સાથે બહુ સારી રીતે આઇડેન્ટિફય કર્યું હશે એ તો નક્ક્ી.   ભલે ત્યારે. પોતાની નોટબુક-પેન શોલ્ડરબેગમાં મૂકીને અને મોબાઈલમાં ઓડિયો રેકેર્ડિંગનું બટન ઓફ્ ક્રીને બો-બો આ સાથે તમારી વિદાય લે છે. આવતા શુક્રવારે ફ્રી અહીં મળીશું અને – આહા! – ‘બાહુબલિ-ટુ’ વિશે વાત્યું કરીશું. હેપી વીકએન્ડ. જય સિનેમાદેવ!

[email protected]