Sonakshi speaking on failure Film Kalank - Bad Luck
  • Home
  • Entertainment
  • Bollywood
  • બહુ ગાજેલી ફિલ્મ કલંકની નિષ્ફળતા પર સોનાક્ષીએ કહી દીધુ કે…

બહુ ગાજેલી ફિલ્મ કલંકની નિષ્ફળતા પર સોનાક્ષીએ કહી દીધુ કે…

 | 12:24 pm IST

મલ્ટી સ્ટાર ફિલ્મ કલંક 17 એપ્રિલે રિલીઝ થઇ હતી. ફિલ્મના કંટેટ અને સ્ટાર કાસ્ટને જોઇને લાગતુ હતુ કે ફિલ્મ વર્ષની સૌથી મોટી સફળ ફિલ્મોમાંથી એક હશે. પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર જે હાલ જોવા મળી રહ્યો છે તેને જોઇને કહેવામાં આવી શકે છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફ્લોપ બનવાની છે. આ ફિલ્મની અસફળતાને હવે ફિલ્મમાં કામ કરનારી સ્ટાર્સે પણ માની લીધું છે. સૌથી પહેલા આલિયાએ આ અંગે કોમેન્ટ કરતા કહ્યું હતું કે જનતાનો જે નિર્ણય છે મંજૂર છે. હવે સોનાક્ષી સિન્હાનું નિવેદન સામે આવ્યું છે.

કલંક ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને આલિયા ભટ્ટે લીડ રોલ નીભાવ્યો છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ ન મળવા પર સોનાક્ષીએ કહ્યું, દરેક ફિલ્મ મારા માટે ખાસ છે. હું દરેક ફિલ્મ માટે આશા કરું છું, પ્રાર્થના કરુ છું કે રિઝલ્ટ સારુ હોય. આ બેડ લક છે કે ઘણા ફિલ્મોને ખાસ પ્રદર્શન નથી કર્યું . પરંતુ મેં આશા ઓછી કરી નથી. હું હંમેશા મારું બેસ્ટ આપવાની કોશિશ કરતી રહીશ. સોનાક્ષીએ કહ્યું, બોક્સ ઓફિસ મારા કંટ્રોલમાં નથી. મારો કંટ્રોલમાં બસ પરર્ફોમ કરવું છે. જેથી બોક્સ ઓફિસ પર ફિલ્મના ખરાબ પ્રદર્શન પર વધારે સ્ટ્રેસ લેતી નથી.

ફિલ્મના ખરાબ બોક્સ ઓફિસ કલેક્શન પર આલિયાએ એક ઇવેન્ટમાં કહ્યું, જનતાની અદાલત મોટી અદાલત છે. હું મારી ફિલ્મનું વિશ્લેષણ નહીં કરી શકતી. કારણકે તેના માટે જનતા છે. જો જનતાને ફિલ્મ પસંદ ન આવી તો સ્પષ્ટ છે કે ફિલ્મ સારી નતી. આ વાતને અમે સ્વીકાર કરીને આગળ વધવા માંગીશું અને આગામી વખતે સારુ પ્રદર્શન કરીશું. આલિયા ભટ્ટે કલંકના રૂપમાં પાત્ર ભજવ્યું છે.

ટ્રેન્ડ રિપોર્ટ્સ મુજબ કલંકે 5માં દિવસે એટલે કે રવિવારે આશરે 11.63 કરોડ રૂપિયા કમાયા છે. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા છે. બુધવારે કલંકે 21.60 કરોડ, ગુરૂવારે 11.45 કરોડ, શુક્રવારે 11.60 કરોડ, શનિવારે 9.75 કરોડ અને રવિવારે માત્ર 11.63 કરોડ કમાણી કરી. અત્યાર સુધીમાં ભારતીય બજારમાં ફિલ્મની કુલ કમાણી 66.03 કરોડ થઇ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન