Sonal Chauhan in Abu Dhabi's famous mosque, shares photos in burqa
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રીએ અબુ ધાબીની પ્રખ્યાત મસ્જિદ જઈને પડાવ્યાં ફોટો, સોશિયલ મીડિયામાં છે દબદબો

અભિનેત્રીએ અબુ ધાબીની પ્રખ્યાત મસ્જિદ જઈને પડાવ્યાં ફોટો, સોશિયલ મીડિયામાં છે દબદબો

 | 4:02 pm IST

બી-ટાઉનની હોટ અને ફેમસ અભિનેત્રી સોનલ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ મીડિયામાં તેનો દબદબો યથાવત છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહે છે. આજકાલ સોનલ ચૌહાણ દુબઈમાં રજાઓ માણી રહી છે.

હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મસ્જિદ બાજુ દેખાઈ રહી છે. અભિનેત્રી શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદમાં પ્રવાસ કરી રહી છે. આ મસ્જિદ અબુધાબીમાં આવેલી છે. સોનલ ચૌહાણ બ્રાઉન કલરના અબાયામાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ મસ્જિદ વિશ્વની સૌથી સુંદર ત્રીજી મોટી મસ્જિદ છે. સાઉદી અરેબિયાની મક્કા અને મદીના મસ્જિદ પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે. અહીં 40000 લોકો એકસાથે નમાઝ અદા કરી શકે છે.

અભિનેત્રીના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેનું નામ ક્રિકેટર કેએલ રાહુલ સાથે જોડાયું હતું. જેના પર સોનલે કહ્યું કે આ વાતમાં કોઈ તથ્ય જ નથી. તે માત્ર અફવાઓ છે. તેણે કહ્યું કે કેએલ રાહુલ ખૂબ સારા ક્રિકેટર છે અને તે ખૂબ જ પ્રતિભાશાળી છે. મારી અને એમની વચ્ચે કંઈ જ નથી. તો જુઓ તેના ફોટોઝ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન