Sonali Bendre Came Back From New York After Cancer Treatment
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેન્સર સામેની લડાઈ જીતીને ભારત પરત ફરી સોનાલી બેન્દ્રે, પતિએ કરી ભાવુક પૉસ્ટ

કેન્સર સામેની લડાઈ જીતીને ભારત પરત ફરી સોનાલી બેન્દ્રે, પતિએ કરી ભાવુક પૉસ્ટ

 | 12:43 pm IST

બોલીવુડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે અત્યારે ચર્ચામાં છે. તેણે 1 જાન્યુઆરીએ પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો. આ પહેલા સોનાલી બેન્દ્રે કેંસર જેવી ખતરનાક બીમારીનો સામનો કરવાનાં કારણે ચર્ચામાં હતી. આ પહેલા શનિવારે સોનાલી બેન્દ્રેને મળવા બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચન તેના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત ઋતિક રોશન, તેની પૂર્વ પત્ની સુઝૈન ખાન અને અન્ય સ્ટાર્સ પણ સોનાલીનાં ઘરે પહોંચ્યા હતા. તાજેતરમાં જ સોનાલી બેન્દ્રે કેન્સરની સારવાર કરાવીને ન્યૂયૉર્કથી પરત ફરી છે. આ દરમિયાન તેના ત્યાં સ્ટાર્સનું આવન-જાવન રહ્યું હતુ. બોલીવુડનાં આ સ્ટાર કપલે પોઝ આપ્યા હતા.

આ દરમિયાન ઐશ્વર્યા રાય બ્લેક કલરનાં ડ્રેસમાં જોવા મળી હતી અને અભિષેક બચ્ચન બ્રાઉન કલરનાં ડ્રેસમાં જોવા મળ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને સોનાલી બેન્દ્રેનાં ઘરે પહોંચીને તેના સ્વાસ્થ્ય વિશે પુછ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રે લાંબા સમયથી ન્યૂયૉર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી. સોનાલી બેન્દ્રેનાં જન્મદિવસ પર તેના પતિ ગૉલ્ડી બહલે સોશિયલ મીડિયા પર એક ભાવુક પૉસ્ટ કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફૉટો શેર કર્યો હતો.

View this post on Instagram

Happy birthday Sonali ❤ They say your partner needs to be your best friend, your sounding board, your mirror, your strength, your inspiration. You have been all that and more to me. 2018 was a tough year on you but I am so proud of the dignity and courage with which you handled it. Not only did you help me find my own strength, but you imparted that to every soul who followed your life closely. It is never easy to be at the receiving end and yet be so positive and spread so much love. Thank you for being the person you are. On your special day, I wish you all things wonderful, all things love, all things that bring a cheer to you through the year. So #SwitchOnTheSunshine like you always do and make this year count #OneDayAtATime.

A post shared by Goldie Behl (@goldiebehl) on

ફૉટોમાં ગૉલ્ડી સોનાલીને કિસ કરતો જોવા મળ્યો હતો. ગૉલ્ડીએ ફૉટોની સાથે ભાવુક સંદેશ પણ લખ્યો હતો. તેણે લખ્યું કે, ‘એવું માનવામાં આવે છે કે તમારો પાર્ટનર તમારો દોસ્ત હોય છે અને સૌથી વધારે પ્રેરણા હોય છે, પરંતુ તુ મારા માટે આનાથી ઘણી વધારે છે. ભલે 2018નું વર્ષ તારા માટે મુશ્કેલ રહ્યું હોય, પરંતુ તારી હિંમત અને ધૈર્ય પર ગર્વ છે. તે સૌને પ્રભાવિત કર્યા છે, જેણે તને નજીકથી ઓળખી છે.’ સોનાલી બેન્દ્રેએ કેન્સર સામેની જીત મેળવ્યા બાદ ઘણા જ ખાસ અંદાજમાં જન્મદિવસ અને નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો.