Sunday outing sonali bendre with hrithik roshan sussanne khan and family
  • Home
  • Featured
  • Photos: પોતાની અંતરંગ સખી સુઝૈન સાથે સોનાલી બેન્દ્રેએ સમય વિતાવ્યો

Photos: પોતાની અંતરંગ સખી સુઝૈન સાથે સોનાલી બેન્દ્રેએ સમય વિતાવ્યો

 | 10:47 am IST

કોઈ અકસ્માત કે ગંભીર બીમારી અચાનક થઈ જાય ત્યારે તે વ્યક્તિ તેનો ભોગ બને છે તેની સાથે સાથે તેનો પરિવાર પણ એટલોજ હેરાન થતો હોય છે. આવા સમયે પરિવાર અને પોતાના મિત્રોનો સાથ મળી જાય તો ક્યારેક ખુબજ ખરાબ સમય આવ્યો હોય જેને કાપવો મુશ્કેલ હોય તેને સરળતાથી કાપી શકાય છે.

બોલીવુડની ખુબસુરત અભિનેત્રી સોનાલી બેન્દ્રેને જ્યારે પ્રથમ વખત જાણ થઈ કે તેને ખુબજ ગંભીર બીમારી કેંસર થયુ છે અને એ પણ ચોથા સ્ટેજ પર છે ત્યારે તે થોડા સમય માટે તૂટી ગઈ હતી, પરંતુ પરિવાર અને મિત્રો તરફથી જે રીતે સોનાલીને સાથ મળ્યો હાલ તે સ્વસ્થ થઈ રહી છે અને કુદરતનો આભાર માની રહી છે કે તેને આવો પરિવાર અને આટલા સારા મિત્રો મળ્યા.

બોલીવુડની ખુબસુરત એકટ્રેસ સોનાલી બેન્દ્રે થોડા સમય પહેલાજ ન્યૂયોર્કથી કેંસરની ટ્રીટમેંટ કરાવી ભારત પરત ફરી છે. દેશ પરત ફરી પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહી છે. જો કે કેન્સર સામેની જંગ હજુ સંપૂર્ણ પણે પુરી થઈ નથી. સમયની સાથે સાજી થઈ રહી છે આ અભિનેત્રી. સોનાલી બેન્દ્રે તેના પરિવાર સાથે તેની ખાસ બહેનપણી સુઝૈન સાથે સમય વિતાવતી નજરે ચડી હતી. સોનાલી સાથે તેના પતિ તેનો પુત્ર રણવીર તો સૂઝૈન સાથે ઋત્વીક રોશન અને તેના બંને પુત્રો હતા.

સોનાલી અને સુઝૈને સોશિયલ મીડિયા પર ફોટાઓ શેર કરી આ યાદગાર પળોને પર્શંસકો સાથે શેર કર્યા છે. તસવીરોમાં ઋત્વીક સુઝૈન તેના બંને બાળકો સોનાલી તેનો પતિ ગોલ્ડી બહેલ અને પુત્ર રણવીર ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

ફોટાઓ શેર કરતાં સોનાલીએ લક્યુ કે રવિવારથી રવિવાર આ 7 દિવસોમાં બહુ બધુ થઈ શકે છે. વેડિંગ સેલિબ્રેશનથી લઈને હોસ્પિટલાઈઝેશન, ટ્રીટમેંટ અને ફેમિલી ફ્રેન્ડસનો સાથ શાનદાર લંચ અને યાદગાર પળો. જીવનના રંગો અનુભવી શકુ છુ. #Thankful #MyNewNormal #OneDayAtATime #SwitchOnTheSunshine.

સોનાલી બેન્દ્રે અને સુઝૈન એક બીજાની ખુબજ સારી મિત્ર છે. જ્યારે સોનાલી ન્યૂયોર્કમાં પોતાનો ઇલાજ કરાવી રહી હતી ત્યારે સુઝૈન વારંવાર તેને મળવા ન્યૂયોર્ક પહોંચી જતી હતી. ઋત્વીક પણ સોનાલીને મળવા ગયો હતો.

આપને જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રે પર ત્યારે આભ તૂટી પડ્યુ હતુ જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેને કેંસર થયુ હોવાની જાણ થઈ હતી. મુશ્કેલીના આ સમયમાં આ ખુબસુરત અભિનેત્રીએ ખુબજ મજબુતાઈ સાથે લડત આપી હતી. પોતાની કેંસરની સારવાર દરમિયાન તે ખુબજ પોઝિટીવ રહી.

સોનાલી બેન્દ્રે સોશિયલ મીડિયા પર પણ સારી એવી એક્ટીવ રહે છે. સોનાલી પોતાની લાઈફના સારા નરસા અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોનાલીના પરિવારે તેના આ મુશ્કેલીના સમયમાં તેનો સારો એવો સાથ આપ્યો.

સોનાલી પોતાનો આ અનુભવ વર્ણવતા કહે છે કે મારા બચવાના ફક્ત 30 ટકા ચાન્સ હતા. આ વાત જ્યારે પહેલા સાંભળી ત્યારે અનુભવ્યુ કે જીવનના કેટલાક અણનમ પલો તો હજુ જીવવાના જ બાકી છે. તમને ખબર પડે કે તમારી પાસે હવે વધારે સમય બચ્યો નથી તમારી જિંદગી હાથ તાળી આપી રહી છે ત્યારે ટકી રહેવુ અને હિમ્મત ભેર જીવવું ખુબજ અઘરૂ છે.

ડૉક્ટર પાસે સારવાર અર્થે સોનાલી જ્યારે ન્યૂયોર્ક પહોંચી ત્યારે કેંસર ચોથા સ્ટેજ પર પહોંચી ચુક્યુ હતુ. ગોલ્ડીએ મને ખુબજ સાથ આપ્યો મારો પુત્ર પણ ડગલેને પગલે મારી સાથે જ રહ્યો. આ ખુબજ સારી વાત છે કે મારી પાસે આવો પરિવાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન