- Home
- Entertainment
- Bollywood
- કેન્સરથી ઝઝુમતી સોનાલી બેન્દ્રેનો નવો લૂક આવ્યો સામે, પ્રિયંકાનો માન્યો આભાર

કેન્સરથી ઝઝુમતી સોનાલી બેન્દ્રેનો નવો લૂક આવ્યો સામે, પ્રિયંકાનો માન્યો આભાર

કેન્સર સામે ઝઝુમી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે સમય-સમય પર ફેન્સને પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતી રહે છે. ગત કેટલાક મહિનામાં સોનાલીનાં અલગ અલગ લૂક સામે આવ્યા છે. ન્યૂયોર્ક પહોંચતા જ સોનાલીએ પોતાના બાલને બૉયકટ કરાવી દીધા હતા. થોડાક સમય પછી તે બાલ્ડ થઈ ગઈ હતી. હવે તેનો નવો લૂક સામે આવ્યો છે. તેમણે આ ફૉટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે જ એક ઇમોશનલ મેસેજ પણ લખ્યો છે. બાલ્ડ થયા બાદ સોનાલી ઘણીવાર સ્કાર્ફ અને ટૉપીમાં જોવા મળી હતી.
ચોનાલી પોતાના માટે એક વિગ ઇચ્છતી હતે પરંતુ તેને પસંદ કરવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે પ્રિયંકા ચોપરાએ તેની મદદ કરી. હવે સોનાલી બેન્દ્રે વિગમાં જોવા મળી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફૉટો શેર કરતા અલ પચીનોનો એક ક્વોટ પણ લખ્યો છે.
તેણે લખ્યું કે, ‘વૈનિટી ઇઝ માય ફેવરેટ સિન. કોણ સારું દેખાવાનું પસંદ નથી કરતુ? જે રીતે આપણે જોઇએ છે તેની પર ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે છે. જે તમને ખુશ કરે છે તે કરવું જરૂરી છે. ભલે આ એક વિગ પહેરવા, ચમકતી લાલ લિપસ્ટિક અથા ઊંચી એડી પહેરવા જેવું સરળ હોય. કોઈ તમને ના જણાવી શકે કે તમારા માટે સારું શું છે અને ખરાબ શું છે. જ્યારે હું વિગની પસંદગી કરી રહી હતી ત્યારે મને એક ક્ષણ માટે પોતાના પર શક થયો. શું હું સારું દેખાવા ઇચ્છુ છું? મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં તમે હંમેશા સારું દેખાઓ તેવી આશા કરવામાં આવે છે. કદાચ આ મારી અંદર સામેલ થઈ ગયું છે? પરંતુ જ્યારે મે વધારે વિચાર્યું તો મને અહેસાસ થયો કે આવુ કરવું મને પોતાને સારું લાગે છે. જો હું સ્કાર્ફ પહેરવાનાં મૂડમાં હોઇશ તો પહેરીશ. જો હું બાલ વગર ફરવા ઇચ્છીશ તો હું તેવું કરીશ. આ ફક્ત તમે જ જાણો છો કે તમને શું સારું લાગે છે.’ છેલ્લે સોનાલીએ પ્રિયંકા ચોપરનો વિગ માટે મદદ કરવાને લઇને આભાર માન્યો છે.