Sonam Kapoor Disrespected Sanjay Dutt's Film 'Prassthanam'
  • Home
  • Entertainment
  • Bollywood
  • બધાની વચ્ચે સોનમ કપૂરે સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું કર્યું હળહળતુ અપમાન, કહ્યું કે…

બધાની વચ્ચે સોનમ કપૂરે સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું કર્યું હળહળતુ અપમાન, કહ્યું કે…

 | 7:41 pm IST

આ શુક્રવારનાં સિનેમાઘરોમાં સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ રિલીઝ થઇ રહી છે. સોનમની ફિલ્મની સાથે સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ અને ‘પલ પલ દિલ કે પાસ’ પણ રિલીઝ થઇ રહી છે. તાજેતરમાં ફિલ્મ ‘ઝોયા ફેક્ટર’ની બોલીવૂડ ઇન્ડસ્ટ્રીનાં લોકો માટે સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.

સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ સાથે ક્લેશ વિશે પુછવામાં આવ્યું

અહીં મીડિયા સાથે વાતચીતમાં સોનમ કપૂરને સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ સાથે ક્લેશ વિશે પુછવામાં આવ્યું. આના પર સોનમ કપૂરે અજીબ રિએક્શન આપ્યું. સોનમ કપૂરે અસમંજસમાં હોય તેવા એક્સપ્રેશન આપતા કહ્યું, કોણ? કઈ ફિલ્મ? ત્યારબાદ તે પોતાની ટીમને પુછે છે કે પ્રસ્થાનમ શું છે? જ્યારે તેને ફિલ્મની ડિટેલ આપવામાં આવી તો સોનમે કહ્યું કે, “ઓહ! અભિનંદન. મને આશા છે કે ફિલ્મ સારું કરશે. અમારી ફિલ્મ નાની છે. તે સંજય દત્ત સર છે.”

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સોનમ કપૂરે સંજય દત્તની ફિલ્મ ‘સંજૂ’માં કામ કર્યું હતુ. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રૉલમાં હતો. ‘ઝોયા ફેક્ટર’નું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. આ ફિલ્મ અનુજા ચૌહાણનાં પુસ્તક પર આધારિત છે જે આ જ નામ પર છે.

આ વિડીયો પણ જુઓ: જામનગરમાં પણ રણજીત સાગર ડેમ સાઈટ ઉપર ઉજવણી કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન