સોનમ કપૂર લગ્ન બાદ 'આ' દેશમાં થઇ જશે શિફ્ટ! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમ કપૂર લગ્ન બાદ ‘આ’ દેશમાં થઇ જશે શિફ્ટ!

સોનમ કપૂર લગ્ન બાદ ‘આ’ દેશમાં થઇ જશે શિફ્ટ!

 | 2:28 pm IST

એક્ટ્રેસ સોનમ કપૂર બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે 7મેંના રોજ લગ્ન કરી રહી છે. આ શાનદાર જશ્નમાં ખુબ જ પ્રખ્યાત હસ્તિઓ શામેલ થશે. મુંબઇમાં લગ્ન બાદ બંન્નેનું આલીશાન રિસેપ્શન દિલ્હીમા થશે કારણ કે દિલ્હી આનંદનું હોમટાઉન છે.

સોનમ અને આનંદના લગ્ન સાથે જોડાયેલ વધું એક લેટેસ્ટ અપડેટ છે, જે તમે જરૂરથી જાણવા ઇચ્છશો. લગ્ન બાદ બંન્ને લંડન જશે. એક નજીકની સૉર્સ અનુસાર,’સોનમ અને આનંદે નૉટિંગ હિલમાં બે બેડરૂમનો એપાર્ટમેન્ટ ખરિદ્યો છે. લગ્ન બાદ બંન્ને ત્યાં ચાલ્યા જશે.’

લગ્ન બાદ સોનમ કપૂર કામ કરવાનું ચાલુ રાખશે માટે તે મુંબઇ અને લંડન આવતી જતી રહેશે. લગ્નનાં તમામ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ સોનમ કપૂર કામ પર પરત ફરશે. તે કામની શરૂઆત વીરે દી વેડિંગના પ્રમોશનથી કરશે અને વીરે દી વેડિંગ બાદ ઝોયા ફૈક્ટરનું શૂટિંગ કરશે.