Cannesમાં બીજા દિવસે સોનમનો સેક્સી ગોલ્ડન લૂક છવાયો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Cannesમાં બીજા દિવસે સોનમનો સેક્સી ગોલ્ડન લૂક છવાયો

Cannesમાં બીજા દિવસે સોનમનો સેક્સી ગોલ્ડન લૂક છવાયો

 | 2:05 pm IST

બોલિવુડની ફેશન દીવા કહેવાતી સોનમ કપૂર લગ્ન બાદ કાન્સમાં પહોંચી હતી. સોનમ કપૂર અહીં પોતાના હુસ્નના જલવા વિખેરતી નજરે આવી હતી. તમને બતાવી દઈએ કે, પહેલા દિવસે કાન્સમાં લોકોએ સોનમને બહુ પસંદ ન કરી, પરંતુ બીજા દિવસે તેનો લૂક છવાઈ ગયો હતો.

સોનમ કપૂરે બીજા દિવસે ગોલ્ડન રંગનો ડ્રેસ પહેરીને પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સોનમે કાન્સમાં ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો, જે બહુ જ સુંદર લાગી રહ્યો હતો. આ ગાઉન યુએસ બેઝ્ડ ડિઝાઈનર વેરા વેન્ગ દ્વારા ડિઝાઈન કરાયો હતો. સોનમ આ ડ્રેસમાં બહુ જ સેક્સી લાગી રહી હતી.

કાન્સ 2018મા સોનમનો આ ક્રીમ અને યલો કલરનું કોમ્બિનેશન બહુ જ સારુ લાગી રહ્યું હતું. આ ફોટો LOrealParisInએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

સોનમે જે મેકઅપ કર્યો હતો, તે બહુ જ શાનદાર લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 8 મેના રોજ સોનમના દિલ્હી બેઝ્ડ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ આનંદ આહુજા સાથે લગ્ન થયા હતા.