sonam kapoor comments on-the picture of anil kapoor with Gangstar
  • Home
  • Entertainment
  • Bollywood
  • દાઉદ ઇબ્રાહિમની સાથે અનિલ કપૂરની તસવીર પર સોનમે કર્યો ખુલાસો, કહ્યું – ‘ભગવાન રામ માફ કરે’

દાઉદ ઇબ્રાહિમની સાથે અનિલ કપૂરની તસવીર પર સોનમે કર્યો ખુલાસો, કહ્યું – ‘ભગવાન રામ માફ કરે’

 | 2:12 pm IST

દાઉદ ઇબ્રાહિમની સાથે અનિલ કપૂરની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. યઝર્સ અનિલ કપૂરની સાથે-સાથે તેની અભિનેત્રી પુત્રી સોનમ કપૂરને સોશિયલ સાઇટ્સ પર ટ્રોલ કરી રહ્યા છે. એવામાં સોનમે એક યુઝરને કોમેન્ટ કરતા આ તસવીરને લઇને સ્પષ્ટતા કરી છે. સોનમે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા માટે ઓળખવામાં આવે છે. તે તેની વાત કહેવા માટે જરાય અચકાતી નથી.

આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની સાથે અનિલ કપૂરની તસવીર વાયરલ થઇ રહી છે. યૂઝર્સે બન્નેની વચ્ચેના સંબંધને લઇને સોનમ કપૂરને ટેગ કરતા ઘણી કોમેન્ટ કરી છે. યૂઝર્સે સોનમ કપૂરને વ્યંગ્યાત્મક રીતે ટ્રોલ કરી અને પૂછ્યું કે આ સંબંધ કર્મનો છે કે ધર્મનો…

તેણે લખ્યું કે અનિલ કપૂર 1990ના દશકમાં રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની સાથે શારજાહ માટે એક ક્રિકેટ મેચ માટે ગયા હતા. તેમણે ક્રિકેટથી પ્રેમ છે. ભારતીય ક્રિકેટથી…. જે કૃષ્ણા કપૂરની સાથે એક સાથે એક ભારતીય ક્રિકેટર મેચમાં ગયા અને ફોટો ક્લિક કરાવ્યો હતો. સોનમે ટ્વિટ કર્યું મને લાગે છે કે તમારે કોઇની પર આંગળી ઉઠાવવાની બંધ કરવી જોઇએ કારણકે એવામાં અન્ય 3 આંગળી તમારી તરફ જ થાય છે (ઉઠે છે). મને આશા છે કે ભગવાન રામ તમને ખરાબ કામ કરવાથી અને હિંસા ફેલાવવાથી બચાવવા માટે માફ કરો.

આ પણ જુઓ : ટ્રકથી પીસીઆર વાનને ટક્કર મારી અને થઈ ગયા ફરાર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન