on alia bhatt kalank song sonam kapoor danced during ramp walk
  • Home
  • Featured
  • Photos: સ્ટેજ પર સોનમ કપૂરે ‘કલંક’ ફિલ્મના ગીત પર કર્યો જોરદાર ડાંસ

Photos: સ્ટેજ પર સોનમ કપૂરે ‘કલંક’ ફિલ્મના ગીત પર કર્યો જોરદાર ડાંસ

 | 10:31 am IST

બોલીવુડના દિગ્ગજ કલાકાર અનિલ કપૂરની લાડલી પુત્રી સોનમ કપૂર પોતાની ફેશનની આગવી સ્ટાઈલના કારણે જાણીતી છે. સોનમ કપૂર દરેક લુકમાં સુંદર લાગે છે. રવિવારે સોનમ કપૂરે મશહૂર ડિઝાઈનર અબૂ જાની સંદીપ ખોસલા માટે રેમ્પવૉક કર્યો હતો. આ દરમિયાન સોનમ કપૂરે ખુબજ આકર્ષક અનારકલી સૂટ અને પ્લાઝો પહેર્યો હતો. ફેશન શૉમાં સોનમ કપૂરની એન્ટ્રી ખાસ રાખવામાં આવી હતી. સોનમે કલંકના સોંગ ‘ઘર મોરે પરદેશિયા’ પર રેમ્પવૉક કર્યો હતો.

સોનમે રેમ્પ પર ક્લાસિકલ સ્ટેપ્સ કર્યા હતા. આપને જણાવી દઈએકે કલંક ફિલ્મનું આ સોંગ આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીત પર ફિલ્માવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે પહેલી વાર કથ્થક કર્યુ છે. રેમ્પ પર સોનમને ક્લાસિકલ ડાન્સ કરતી જોવી એક લ્હાવો હતો.

સોનમે આ ડાંસ કરીને ફેશનમાં ચાર ચાંદ લગાવી દીધો હતો. ‘ઘર મોરે પરદેશિયા’ ટ્રેક હાલ ખુબજ લોકપ્રિય થઈ ગયો છે. માધુરી દિક્ષીતને ડાંસ કરતી જોવી પ્રશંસકો માટે એક અલગ માહોલ હોય છે.

સોનમ કપૂરે લાઈટ ગોલ્ડન કલરનું ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યુ હતુ. સોનમે ખુબજ પારંપરિક વસ્ત્ર સાથે સાથે બિંદી, ગજરા, સિંદૂર, કાજલ, હેવી એરિંગ્સ પહેર્યા હતા. સોનમ કપૂર આ કપડા અને આભૂષણો પહેરીને નવોઢા લાગી રહી હતી. તેમની તસવીરો ખુબજ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ તેના આ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે.

સોનમ કપૂરના વર્કફ્રંટની વાત કરીએતો આ વર્ષે તેની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સોનમ કપૂર સાથે તેના પિતા અનિલ કપૂર, જૂહી ચાવલા અને રાજકુમાર રાવ હતા. જો કે ધાર્યા કરતા ફિલ્મ બોક્સ ઓફિસ પર બિઝનેસ જમાવી શકી ન હતી.

સોનમની આગામી ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં સોનમ કપૂરે જોયા સિંહ સોલંકીનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મમાં સોનમ કપૂર સાથે દલકીર સલમાન નજરે ચડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન