દુનિયાનાં સૌથી શક્તિશાળી વ્યક્તિને સોનમે કહી દીધું 'મૂર્ખ', ભારતથી દુનિયા આ શીખી શકે - Sandesh
NIFTY 10,799.85 +0.00  |  SENSEX 35,548.26 +0.00  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દુનિયાનાં સૌથી શક્તિશાળી વ્યક્તિને સોનમે કહી દીધું ‘મૂર્ખ’, ભારતથી દુનિયા આ શીખી શકે

દુનિયાનાં સૌથી શક્તિશાળી વ્યક્તિને સોનમે કહી દીધું ‘મૂર્ખ’, ભારતથી દુનિયા આ શીખી શકે

 | 12:31 pm IST

સોનમ કપૂરને એક વાતનું એટલુ ખોટુ લાગ્યું કે તેણે દુનિયાનાં સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને મૂર્ખ કહી દીધા. સોનમે ટ્વિટર પર ટ્રમ્પને શીખામણ આપતા લખ્યું કે દુનિયાએ અમારાથી કંઇક શીખવું જોઇએ.

સોનમ કપૂરની નારાજગી અમેરિકી રાષ્ટ્રપતિનાં એક નિર્ણયને લઇને છે. ટ્રમ્પે શિકારમાં માર્યા ગયેલા હાથીઓનાં અંગોને અમેરિકા આયાત કરવાની પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે ઓબામા સરકારે આ વિચાર પર રોક લગાવી રાખી હતી.

ટ્રમ્પનાં આ નિર્ણય પર વન્ય જીવ સંસ્થાઓ અને અન્ય સંગઠનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લોકોએ ટ્રમ્પ સરકારનાં આ નિર્ણયની ભારે ટીકા કરી છે. આ નિર્ણયથી નારાજ થયેલી સોનમે એક ટ્વિટમાં અમેરિકી પ્રમુખને મૂર્ખ કહ્યા છે. સાથે જ કહ્યું છે કે અમેરિકાએ ભારતથી કંઇક શીખવું જોઇએ. ભારતમાં વન્ય જીવોનાં શિકાર પર પ્રતિબંધ છે.

સોનમે ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભારતમાં શિકાર પર પ્રતિબંધ છે. આ એક એવી ચીજ છે જે દુનિયા અમારી પાસેથી શીખી શકે છે. ટ્રમ્પ મૂર્ખ છે.’ સોનમ કપૂરે આ ટ્વિટમાં ડૉનાલ્ડ ટ્રમ્પને ટેગ પણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં નેશનલ રાઇફલ એસોસિયેશન અને સફારી ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું કહેવું છે કે, “આફ્રિકન દેશોમાં શિકાર કરવા માટે તે લોકો સરકારને ઘણા પૈસા આપે છે. ત્યાંની સરકાર આ પૈસાનો ઉપયોગ હાથીઓનાં સંરક્ષણ માટે કરે છે. પૈસાનાં અભાવને કારણે આ દેશોમાં હાથીઓની દેખભાળ યોગ્ય રીતે નથી થઇ શકતી.”

અમેરિકામાં એ છૂટ છે કે જો શિકારનાં કારણે કોઇ જાનવરની નસ્લમાં સકારાત્મક બદલાવ થતો હોય તો એ જાનવરનાં અંગો આયાત કરી શકાય છે.