‘પેડમેન’માં અક્ષય સાથે કામ કરશે સોનમ કપૂર

279

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પેજમેનમાં તેની સાથે અભિનેત્રી સોનમ કપૂર પણ નજર આવશે. ટ્વિંકલ ખન્નાનાં પ્રોડક્શન હાઉસ ‘મિસ ફનીબોન્સ’ હેઠળ બની રહેલ આ પ્રથમ ફિલ્મ હશે. અક્ષય આ વર્ષે ખુબ જ વધારે વ્યસ્ત રહેશે. જ્યાં ફેબ્રુઆરીમાં તેની ફિલ્મ ‘જોલી એલએલબી’ આવી રહી છે, ત્યાં જ બાજૂ ‘ટોયલેટ: એક પ્રેમકથા’નું પણ શૂટિંગ ચાલી રહ્યુ છે. આ સાથે જ તે રજનીકાન્તની ફિલ્મ ‘2.0’માં પણ વિલેનની ભૂમિકામાં નજર આવશે. આ વચ્ચે ડ અક્ષયે પોતાની નવી ફિલ્મ ‘પેડમેન’ની પણ ઘોષણા કરી છે. સોનમ કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મમાં તેના બોવાની પુષ્ટિ કરી છે.

તમને જણાવી દઇએ કે, સોનમ કપૂર મંગળવારનાં રોજ આર, બાલ્કીનાં બાંન્દ્રા ઓફિસમાં જોવા મળી હતી અને બાદમાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મમાં હોવીની પુષ્ટિ કરી હતી. સોનમે ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ,’આ સન્માનભર્યા પ્રોજેક્ટનો ભાગ બનીને ખુબ જ ઉત્સાહિત છું.’ પેડમેનમાં બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પણ છે.

Thrilled to be a part of this prestigious project. #rbalki @akshaykumar @mrsfunnybones @radhikaofficial #padman

A photo posted by sonamkapoor (@sonamkapoor) on

વર્ષ 2016માં ટ્વિંકલ ખન્નાની દ્વારા લખેલ પુસ્તક ‘ધ લેઝન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ તે પુસ્તકની કહાનીઓમાંની એક છે.  આ ફિલ્મ અરૂણાચલમ મુરૂગ્નાથમ નામનાં વ્યક્તિની કહાની છે, જેણે ઓછી કિંમત્તમાં સેનેટ્રી પેડ બનાવવાની મશીન બનાવી છે. નોંધનિય છે કે, સોનમ કપૂર અને અક્ષય કુમાર આ પહેલા વર્ષ 2011માં આવેલ ફિલ્મ ‘થેંક્યુ’માં નજર આવી ચૂક્યા છે.