sonam kapoor looks like a princess in her latest photo shoot
  • Home
  • Featured
  • Photos: અનિલ કપૂરની લાડલી સોનમનો રોયલ લુક, સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા

Photos: અનિલ કપૂરની લાડલી સોનમનો રોયલ લુક, સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા

 | 2:41 pm IST

પોતાની ફેશન અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી અભિનેત્રી સોનમ કપૂરે હાલ ફરી એકવાર તેના રોયલ લુકવાળા ફોટોશુટના કારણે ચર્ચામાં છવાઈ ગઈ છે. સોનમ કપૂર આ ફોટોશુટમાં એકદમ રોયલ અંદાજમાં આકર્ષક લાગી રહી છે.

સોનમે ગોલ્ડન કલરનો એન્ડ ક્રશ્ક ટેક્ચર વાળો લહેંગો પહેરોયો છે. મેકઅપમાં પણ ગોલ્ડન ટચ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આંખો પર ગોલ્ડન આઇશેડો રંગ જમાવી રહ્યો છે. એકટ્રેસનો મેકઅપ આરતી નાયરે તૈયાર કર્યો છે. વાળને ખાસ સ્લીક લુક આપતા જુડો બનાવ્યો છે. સોનમની હેરસ્ટાઇલ અલ્પા ખિમાણીએ કરી છે.

સોનમે Bulgari’s Jannah કલેક્શનની જ્વેલરી પહેરી છે. આ બ્રાન્ડના નવા જ્વેલરી કલેક્શનને લોન્ચ કરવા અભિનેત્રી અબૂધાબી ગઈ હતી. સોનમે નેકલેસ અને મેચિંગ બ્રેસલેટ ડાયમન્ડ અનેડ પર્લનું પહેર્યુ છે જે તેના લુકને આકર્ષક બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન