Sonam Kapoor New Photoshoot in Anarkali Dress Viral
  • Home
  • Featured
  • ‘અનારકલી’ બની સોનમ કપૂર, બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લુક જોઈ તમે પણ ચોંકી જશો

‘અનારકલી’ બની સોનમ કપૂર, બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લુક જોઈ તમે પણ ચોંકી જશો

 | 4:20 pm IST

બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂર તેના ફેશન સેંસથી બધાને ઇન્પ્રેસ કરે છે. કાન્સ રેડ કારપેટ પર પણ સોનમે તેના બોલ્ડ અને ગ્લેમસર અંદાજથી સૌને ચોંકાવી દીધા હતા. જ્યારે હવે સોનમ કપૂરનો વધુ એક નવો લુક સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સોનમ કપૂરે એક બ્લેક ડ્રેસમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ ફોટોશૂટ માટે સોનમે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યાસાચીના ક્લેક્શનનો બ્લેક અનારકલી સૂટ પહેર્યો છે. આ અનારકલી શૂટની સાથે સોનમે કમર પર બેલ્ટ અને લૂઝ પેન્ટ પણ પહેરી છે. સોનમે બ્લેક અનારકલી આઉટફિટ સાથે મેચિંગ બ્લેક ટ્રેંચ કોટ પણ કૈરી કર્યો છે. જે તેના લુકને વધુ હાઇલાઇટ કરે છે. ઉપરાંત સોનમે લુકને એથનિક ટચ આપવા માટે માથા પર બિંદી અને કાનમાં બુટ્ટી પહેરી છે. સ્લિક હેરબન અને બ્લેક શૂઝ સાથે સોનમે તેના લુકને કમ્પલિટ કર્યો છે. આ સાથે સોનમે બ્લેક બેગ પણ કૈરી કર્યો છે. લિપસ્ટીક સાથે મિનિમલ મેકઅપમાં સોનમ ખૂબજ કૂલ અને સુંદર દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન