sonam kapoor reaction on silence says who sometimes about delhi
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોતાને ચૂપ રહેવું નથી અને બીજા રહે એ જોવાતું નથી, સોનમે કપૂરે કાયર કહીને બબાલ શરૂ કરી!

પોતાને ચૂપ રહેવું નથી અને બીજા રહે એ જોવાતું નથી, સોનમે કપૂરે કાયર કહીને બબાલ શરૂ કરી!

 | 12:59 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલનાં મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરવાની સાથે સાથે તે ઘણા મુદ્દાઓ પર કટાક્ષ પણ કરે છે. તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે મૌન રહેનારા લોકો પર નિશાન સાધ્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, મૌન હંમેશાં સારું નથી હોતું, ઘણી વખત તે કાયરતાની નિશાની પણ હોય છે. સોનમ કપૂરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, સાથે જ લોકો તેની પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોનમ કપૂરે પોતાના ટ્વિટમાં અનેક મુદ્દાઓ પર મૌન ધારણ કરનારાઓન પર કટાક્ષ કરતાં કહ્યું કે “મૌન હંમેશાં સારું નથી હોતું, ઘણી વખતે તે નૈતિક અસ્પષ્ટતા, કાયરતા અને ઘણી વિનાશક બાબતોની નિશાની પણ હોઈ શકે છે.” આ સિવાય સોનમ કપૂરે બીજું એક ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું કે, “હંમેશા ઇતિહાસની સારી બાજુ જ રહેવું. આ એક પ્રકારની અપીલ છે. નહીં તો તમને હંમેશાં આ વાતનો અફસોસ રહેશે.”

સોનમ કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો સુપરસ્ટાર દુલ્કર સલમાન મુખ્ય ભૂમિકામા હતો. આ સિવાય સોનમ કપૂર ‘એક લડકી તો દેખા તો એસા લગા, ‘સંજુ’, ‘વીરે દિ વેડિંગ’, ‘પેડમેન’, ‘નીરજા’ અને ‘ડોલી કી ડોલી’માં પણ જોવા મળી હતી.

આ વીડિયો પણ જુઓ: હવે હવાઈ મુસાફરીમાં મળશે વાઈફાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન