સોનમના પતિએ એવું કર્યું કે, થઈ ગઈ ટ્વિટર ટ્રોલર્સની બોલતી બંધ - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમના પતિએ એવું કર્યું કે, થઈ ગઈ ટ્વિટર ટ્રોલર્સની બોલતી બંધ

સોનમના પતિએ એવું કર્યું કે, થઈ ગઈ ટ્વિટર ટ્રોલર્સની બોલતી બંધ

 | 6:36 pm IST

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર પહેલા પોતાના લગ્ન અને હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના રેડ કાર્પેટ લૂકને કારણે ચર્ચામાં છે. 8મેના રોજ તેણે પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના નામની સાથે પતિની આનંદ સરનેમ લગાવી હતી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હવે તેનું નામ સોનમ કપૂર આહુજા છે. સોનમના નામ બદલવાની બાબત પર તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ છે. હવે સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પણ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું છે.

આનંદ પહેલા માત્ર આનંદ આહુજા લખતો હતો, પરંતુ હવે લગ્ન બાદ તેણે આનંદ એસ આહુજા, એટલે કે આનંદ સોનમ આહુજા લખવા માંડ્યું છે. પોતાના નામની સાથે પતિની સરનેમ લગાવવા પર સોશિયલ મીડિયા પર સોનમની જોરદાર ટિકા થઈ હતી. લોકોએ તેના ફેમિનીઝમના સપોર્ટ કરવા પર સવાલો ઉઠાવ્યો હતો. પરંતુ બીજી તરફ આનંદ પોતાના નામની વચ્ચે એસ લગાવીને બધાને ચોંકાવી દીધા હતા.

પોતાના નામની સાથે પત્ની સોનમનું નામ લગાવીને આનંદ આહુજાએ તમામ ટ્રોલર્સની બોલતી બંધ કરી છે. કેટલાક લોકોએ આનંદની આ પહેલના વખાણ કર્યાં છે. આ સમગ્ર મામલે સોનમ કપૂરે કહ્યું કે, હું લાંબા સમયથી આનંદની સાથે રિલેશનમાં હતી. આ નિર્ણય લેવામાં મને લાંબો સમય લાગ્યો. પોતાના નામની પાછળ આનંદની સરનેમ લગાવવી એ મારી પસંદ હતી. જો લોકો ફેમિનીઝમના કોન્સેપ્ટને નથી સમજતા, તો તેમણે ઓનલાઈન જઈને તેના વિશે વાંચવુ જોઈએ. આમ, પણ લોકોને ક્યાં ખબર છે કે, આનંદે પોતાનું નામ નથી બદલ્યું.