સોનમની સગાઈની અંગૂઠીની કિંમત જાણીને તમને લાગશે 440 વોલ્ટનો કરંટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમની સગાઈની અંગૂઠીની કિંમત જાણીને તમને લાગશે 440 વોલ્ટનો કરંટ

સોનમની સગાઈની અંગૂઠીની કિંમત જાણીને તમને લાગશે 440 વોલ્ટનો કરંટ

 | 3:17 pm IST

હાલ ઈન્ટરનેટ પર સૌથી વધારે કોઈ બાબતની ચર્ચા થઈ રહી હોય, તો તે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન છે. 8મે ના રોજ બંનેના લગ્નના રિસેપ્શન મુંબઈમાં થયા હતા. જ્યાં આખુ બોલિવુડ ઉમટી પડ્યું હતું. લગ્ન અને રિસેપ્શનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર શેર થઈ છે. પરંતુ બીજી એક બાબત પર લોકોનું ધ્યાન ગયુ હતું તે છે સોનમ કપૂરની અંગૂઠી.

સોનમની આ અંગૂઠી પર મોટો હીરો જડેલો દેખાયો હતો. તમને બતાવી દઈએ કે, સોનમ અને આનંદના લગ્નમાં ક્યાંય સગાઈ સેરેમનીનો ઉલ્લેખ થયો ન હતો. મહેંદી, સંગીત, લગ્ન અને બાદમા રિસેપ્શન. આ પાંચ ફંક્શનમાં સગાઈ ક્યારે અને કેવીરીતે થઈ તેની કોઈને ખબર નથી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સોનમની સગાઈની અંગૂઠીની કિંમત 90 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમાં કોઈ શંકા નથી કે, આ અંગૂઠી બોલિવુડ એક્ટ્રેસિસની એ એંન્ગેજમેન્ટ રિંગમાં સામેલ થાય, જેની કિંમત બહુ જ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડની કિંમતની અંગૂઠી પહેરાવી હતી. આ અંગૂઠીમાં વિરાટે ખાસ પ્રકારનો ડાયમંડ જડાવ્યો હતો. જેને ઓસ્ટ્રીયાના એક ડિઝાઈનરે બનાવી હતી. આ રિંગની ખાસિયત એ હતી કે, તે તેને જે પણ એંગલથી જુઓ, તે તમને અલગ અલગ લાગશે.

સોનમની અંગુઠી જ નહિ, તેનો લુક પણ શાનદાર રહ્યો હતો. મહેંદીથી લઈને રિસેપ્શન સુધી સોનમે પોતાની અલગ સ્ટાઈલ યથાવત રાખી હતી. દરેક ઈવેન્ટમાં તે સુંદર લાગતી હતી.