Sonia Gandhi Attack On Shiv Sena For Citizenship Amendment Bill
  • Home
  • Featured
  • ગઇકાલે રાત્રે સોનિયા ગાંધી શિવસેનાથી બરાબરના થયા નારાજ!, કારણ કે…

ગઇકાલે રાત્રે સોનિયા ગાંધી શિવસેનાથી બરાબરના થયા નારાજ!, કારણ કે…

 | 10:06 am IST

શિવસેનાએ બુધવારના રોજ નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં વોટિંગમાં ભાગ લીધો નહોતો અને વૉકઆઉટ કરી દીધું. લોકસભામાં સેનાના સાંસદોએ બિલના સમર્થનમાં વોટ આપ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન મહારાષ્ટ્રમાં પોતાની સહયોગી શિવસેનાના આ સ્ટેન્ડથી ખુશ નથી તેમ કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાગરિકતા બિલ જેવા મુદ્દા પર પાર્ટીનું સ્ટેન્ડ ભવિષ્યમાં ગઠબંધનને નુકસાન પહોંચાડી શકે છે. આપને જણાવી દઇએ કે લોકસભામાં શિવસેનાના સ્ટેન્ડ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇશારા-ઇશારામાં નારાજગી વ્યકત કરી હતી.

શિવસેનાના સ્ટેન્ડથી નિરાશ છે કોંગ્રેસ

કોંગ્રેસના ટોચના નેતૃત્વએ લોકસભામાં બિલના સમર્થનમાં વોટિંગ કરવાને લઇ શિવસેનાથી નારાજગી વ્યકત કરી હતી. ત્યારે કોંગ્રેસની તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે શિવસેનાનું આ સ્ટેન્ડ મહારાષ્ટ્રમાં ગઠબંધન માટે નક્કી કરાયેલા કોમન મિનિમમ પ્રોગ્રામની વિરૂદ્ધ છે. કોંગ્રેસે શિવસેનાથી નિરાશા જાહેર કરતા કહ્યું હતું કે ગઠબંધનના પાર્ટનર જ્યાં પરસ્પર સહમત થશે નહીં ત્યાં નિર્ણય લેતા પહેલાં એકબીજા સાથે ચર્ચા ચોક્કસ કરીશું.

ઠાકરેના નિવેદનથી પણ કોંગ્રેસ સંતુષ્ટ નથી

સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે સીધી રીતે બિલનું સમર્થન લોકસભામાં કરવા પર નિરાશા વ્યકત કરી હતી. કોંગ્રેસની આ પ્રતિક્રિયા બાદ જ મંગળવારના રોજ ઉદ્ધવે કહ્યું હતું કે પાર્ટીના સાંસદોએ સ્પષ્ટતા નહીં હોવાના લીધે સમર્થનમાં મત આપ્યા. ત્યારબાદ આશા વ્યકત કરાય રહી હતી કે શિવસેના પોતાના સ્ટેન્ડમાં ફેરફાર કરશે. જો કે રાજ્યસભામાંથી વોકઆઉટનો નિર્ણય પણ કોંગ્રેસની નારાજગીને ઓછી કરી શકે નહીં.

શિવસેનાએ રાજ્યસભામાંથી વૉકઆઉટ કરતાં કોંગ્રેસ નારાજ

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ શિવસેનાએ રાજ્યસભામાં બિલના વિરોધમાં મત ના આપતા નિરાશ છે. લોકસભામાં જ શિવસેનાએ બિલના સમર્થનમાં વોટિંગ કરતાં કોંગ્રેસ પાર્ટી ખૂબ નારાજ છે. લોકસભામાંથી બિલ પાસ થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે નાગરિકતા સંશોધન બિલ ભારતીય સંવિધાનને ઠેસ પહોંચાડનાર છે. જે પણ તેનું સમર્થન કરી રહ્યા છે તેઓ આપણા દેશના પાયાને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

નાગરિકતા બિલની અસર ગઠબંધન પર પડી શકે છે

સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં બિલના સમર્થનમાં વોટ કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાગરિકતા બિલ જેવા મુદ્દાઓ પર શિવસેનાના સ્ટેન્ડ પર નિરાશા વ્યકત કરતા કહ્યું કે આવા પગલાંનો સ્વીકાર કરાશે નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે શિવસેના જો CAB જેવા મુદ્દા પર આવું જ સ્ટેન્ડ રાખે છે તો તેની અસર મહારાષ્ટ્રમાં ગઠબંધન પર પણ પડશે.

આ વીડિયો પણ જુઓ – યાત્રાધામ અંબાજીમાં વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન