સોનિયા ગાંધીના ડીનરમાં 20 પક્ષોના નેતાઓએ માણી મિજબાની - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સોનિયા ગાંધીના ડીનરમાં 20 પક્ષોના નેતાઓએ માણી મિજબાની

સોનિયા ગાંધીના ડીનરમાં 20 પક્ષોના નેતાઓએ માણી મિજબાની

 | 9:59 pm IST

કોંગ્રેસનું સુકાન રાહુલ ગાંધીને સોંપ્યા પછી યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી ગઠબંધનને મજબુત બનાવવાની કામગીરીમાં પરોવાઈ ગયા છે. તેમણે મંગળવારે વિપક્ષની ભૂમિકા ભજવતાં વિવિધ પક્ષોના નેતાઓને ડીનર માટે આમંત્રિત કર્યા હતાં.

ડીનર પાર્ટીમાં 20 પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષોના નેતાઓ ડીનર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે યુપીએના ચેરપર્સને ભારે પ્રેમભાવ તથા મિત્રતા સાથે ભોજન સમારોહનું આયોજન કર્યું છે.

ડીનર પાર્ટીમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, એનસીબીના શરદ પવાર, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના તેજસ્વી યાદવ અને મીસા ભારતી, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, ઝાંરખંડ મુક્તિ મોરચના હેમંદ સોરેન, સીપીઆઈના ડી. રાજા, રાષ્ટ્રીય લોકદળના અજિતસિંહ, સીપીએમના મોહમ્મદ સલીમ, ડીએમકેના કનિમોઝી, બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સતીશ મિશ્રા, જેવીએમના બાબુલાલ મરાંડી, એરએસપીના રામચંદ્ર, હિન્દુસ્તાન અવામ મોરચાના જીતન રામ માંઝી, જેડીએસના ડો. કે. રેડ્ડી, યુઆઈયુડીએફના બદરુદ્દીન અજમલ, તૃણમુલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, આયીએમએલના કુટ્ટી, કેરળ કોંગ્રેસના જોશ કે મની અને હિન્દુસ્તાન ટ્રાઈબલ પાર્ટીના શરદ યાદવ ઉપસ્થિત રહ્યા હતાં.

કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, મનમોહનસિંહ, એ.કે. એન્ટની, રણદીપ સુરજેવાલા અને અહેમદ પટેલ વગેરે ડીનર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતાં.