મક્કા બ્લાસ્ટ કેસના નિર્ણયથી ભાજપને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 'મોકો' - Sandesh
  • Home
  • India
  • મક્કા બ્લાસ્ટ કેસના નિર્ણયથી ભાજપને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ‘મોકો’

મક્કા બ્લાસ્ટ કેસના નિર્ણયથી ભાજપને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ‘મોકો’

 | 3:59 pm IST

2007ના મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓ મુક્ત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું છે કે, પી ચિદમ્બરમ અને સુશીલ કુમાર શિંદે જેવા નેતાઓએ ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિંદુઓનું અપમાન કર્યું હતું. જે બદલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. આ મુદ્દાને હાથવગું હથિયાર બનાવતા ભાજપે કહ્યું છે કે, કર્ણાટકની જનતા કોંગ્રેસને હરાવીને આ અપમાનનો બદલો લેશે.

મક્કા મસ્જિદમાં થયેલા શક્તિશાળી પાઈપ બોમ્બવિસ્ફોટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. 11 વર્ષ બાદ આવેલા આ નિર્ણય બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. ભાજપના પ્રવક્તા-નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, કોર્ટના નિર્ણય પર કોંગ્રેના નેતાઓના નિવેદન શરમજનક છે. કોંગ્રેસ નેતા હવે કહે છે કે, એનઆઈએએ યોગ્ય રીતે કેસ ના લડ્યો. જ્યારે તાજેતરમાં જ 2જી કેસનો નિર્ણય આવ્યો તે મામલે કોંગ્રેસે આવું કહ્યું ન હતું. પાત્રાએ આ મામલે કોંગ્રેસ પર બેવડું વલણ અખત્યાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, 2013નું કોંગ્રેસનું જયપુર અધિવેશન યાદ છે. આ અધિવેશનમાં જ સ્ટેજ પરથી કોંગ્રેસની તસ્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધી, તત્કાલિન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અને તત્કાલિન ગૃહમંત્રી સિશીલ કુમાર શિંદે હાજર હતાં. શિંદેએ આ મંચ પરથી જ હિંદુ આતંકવાદ/સેફરન ટેરર શબ્દનો ઉપયોગ કર્યો હતો. સંબિત પાત્રાએ કહ્યું હતું કે, 2010માં સૌથી પહેલા પી ચિદમ્બરમે ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તૃષ્ટિકરણની રાજનીતિ અને કેટલાક વોટ માટે કોંગ્રેસે હિંદુઓને બદનામ કર્યા. ચિદમ્બરમ અને શિંદેએ આ બધું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસેથી શિખ્યાં છે, માટે તેમણે દેશની માફી માંગવી જોઈએ.

અસીમાનંદની મુક્તિના બહાને ભાજપના કર્ણાટક ચૂંટણી પર નિશાન

ભાજપે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત અન્ય આરોપીઓને છોડી મુકવાના બહાને કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર નિશાન તાકવાનો પ્રયાસ કર્યો. પાત્રાએ કહ્યું હતું કે, કર્ણાટક ચૂંટણી પહેલા કોર્ટનો નિર્ણય અવ્યો છે. અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. 2013માં સુશીલ કુમાર શિંદેએ દેશના તમામ એમપીને પત્ર લખીને નિર્દેશ આપ્યો હતો કે, નિર્દોષ મુસ્લિમ યુવકોને હેરાન ન કરવામાં આવે.

પાત્રાએ કહ્યું હતું કે, તૃષ્ટિકરણની રાજનીતિ અંતર્ગત મુસ્લિમ શબ્દનો ઉપયોગ થયો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સિદ્ધારમૈયા સરકારે પણ એક એવો પત્ર લખ્યો હતો કે પરંતુ લોકોના દબાણના કારણે તે પરત લેવો પડ્યો હતો. પાત્રાએ સિદ્ધારમૈયાએ પોપ્યુલરેઅ ફ્રંટ ઓફ ઈન્ડિયા સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું હતું કે, રાજ્યની જનતા ઈવીએમનું બટન દબાવી કોંગ્રેસ પાસે હિંદુઓના અપમાનનો બદલો લેશે.