Sonia Said 'No Comments' On Maharashtra Government Formation
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે સોનિયા ગાંધીનાં જવાબથી ઘેરાયું સસ્પેન્સ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે સોનિયા ગાંધીનાં જવાબથી ઘેરાયું સસ્પેન્સ

 | 3:05 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ ચાલી રહેલી ગતિવિધિઓની વચ્ચે આજે એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન સંસદ સત્રમાં ભાગ લેવા માટે પહોંચેલા કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્રકારોનાં પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહીં. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેઓ ફક્ત “નો કોમેન્ટ્સ” કહીને આગળ વધી ગયા.

“નો કોમેન્ટ્સ” કહીને અટકળોને વેગ આપ્યો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરનાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ અડચણો દૂર થવાની વાત કરી હતી. ત્યારબાદ બેકડોરથી કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની વચ્ચે સહમતિની વાત કહેવામાં આવી રહી હતી. જો કે સંસદ ભવનમાં જ્યારે પત્રકારોએ કૉંગ્રેસ અધ્યક્ષને મહારાષ્ટ્રની રાજનીતિ પર પ્રશ્ન પુછવા માટે ઘેર્યા તો સોનિયાએ 2 શબ્દ “નો કોમેન્ટ્સ” કહીને અટકળોને વેગ આપી દીધો.

NCPને ઑફર કરવામાં આવ્યા 3 મહત્વનાં મંત્રાલય!

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એનસીપીનાં અનુશાસનની પ્રશંસા કરી. ત્યારબાદથી જ રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા થવા લાગી. હવે પીએમ મોદી અને પવારની મુલાકાત બાદ એ ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં નવું સમીકરણ બની શકે છે. એક ચર્ચા તો એ પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને બીજેપીની સરકાર બની શકે છે અને આની અવેજીમાં કેન્દ્રમાં શરદ પવારની પાર્ટીને ત્રણ મહત્વનાં મંત્રાલય મળી શકે છે. એટલું જ નહીં, તેનાથી આગળ ચર્ચા એ પણ છે કે શરદ પવારને 2022 માટે રાષ્ટ્રપતિનું પદ પણ ઑફર કરવામાં આવી શકે છે.

આ તમામની વચ્ચે શિવસેનાએ આજે ફરીવાર દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં તેમની જ સરકાર બનશે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ગુરૂવાર સુધી બધુ જ સ્પષ્ટ થઈ જશે. શિવસેનાએ પીએમ મોદી અને શરદ પવારની મુલાકાતને લઇને ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવવાનાં પણ પ્રયત્નો કર્યા.

આ વિડીયો પણ જુઓ: નિત્યાનંદિતાની બહેન લોપામુદ્રાનો વિડિયો આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન