સોનુ કે ટીટુ કી સ્વીટીએ ૫૦ કરોડથી વધુની કમાણી કરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનુ કે ટીટુ કી સ્વીટીએ ૫૦ કરોડથી વધુની કમાણી કરી

સોનુ કે ટીટુ કી સ્વીટીએ ૫૦ કરોડથી વધુની કમાણી કરી

 | 1:45 am IST

ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી બોક્સ ઓફિસ પર બીજા સપ્તાહે પણ સારી કમાણી કરી રહી હોવાના અહેવાલ છે. બે સપ્તાહમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર પચાસ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દિગ્દર્શક લવ રંજનની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ હતી. ટાર્ગેટ ઓડિયન્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મની રિલીઝના આઠમા દિવસે શુક્રવારે ૫.૮૩ કરોડ રૂપિયાનું કલેક્શન કયુંર્ હતં અને ફિલ્મની કુલ કલેક્શન કમાણી ૫૧.૭૭ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ફિલ્મે પહેલા વીક એન્ડ પર જ બોક્સ ઓફિસ પર દસ કરોડનો આંકડો પાર કર્યો હતો. બીજી માર્ચે હોળીના તહેવાર પર અનુષ્કા શર્મા અભિનીત પરી અને પુલકિત સમ્રાટ -કીર્તિ ખરબંદા અભિનીત વીરે કી વેડિંગ રિલીઝ થયા છતાં સોનુ કી ટીટુ કી સ્વીટીનો જાદુ બોક્સ ઓફિસ પર અકબંધ રહ્યો હતો. આ ફિલ્મ વિદેશી બોક્સ ઓફિસ પર પણ કમાલ દાખવી રહી છે.