Sonu Nigam Admitted In Hospital Because Of illness
  • Home
  • Entertainment
  • Bollywood
  • હૉસ્પિટલમાં દાખલ થયો સોનૂ નિગમ, ગંભીર બીમારીનાં કારણે થઇ ગઇ છે આવી હાલત

હૉસ્પિટલમાં દાખલ થયો સોનૂ નિગમ, ગંભીર બીમારીનાં કારણે થઇ ગઇ છે આવી હાલત

 | 2:30 pm IST

સોનૂ નિગમ અત્યારે પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. અત્યારે સોનૂ નિગમ એક ગંભીર બીમારીનો સામનો કર્યો છે. સોનૂ નિગમે ખુદ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને બીમારી વિશે જણાવ્યું છે. સોનૂ નિગમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આમાં સોનૂ નિગમની આંખ સૂજાઇ ગયેલી જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં ઑક્સીજન માસ્ક પણ લગાવેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોનૂ નિગમની આ તસવીર જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

વાત એમ છે કે સોનૂ નિગમની આવી હાલત સી ફૂડ ખાવાનાં કારણે થઇ છે. સોનૂ નિગમે આના વિશે જણાવતા લખ્યું કે, ‘સી ફૂડ ખાવાનાં કારણે આવો થઇ ગયો છે. જો સમય રહેતા હું હૉસ્પિટલ ના પહોંચ્યો હોત તો આ વધી શકતુ હતુ.’ સોનૂ નિગમ અલગ પ્રકારની એલર્જીનો સામનો કરી રહ્યો છે. સોનૂ નિગમને આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યો છે. તસવીરની સાથે સોનૂ નિગમે પોતાના ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

તેણે લખ્યું છે કે, ‘તમારા બધાના પ્રેમ માટે આભાર. આનાથી આપણને એક શીખ મળે છે કે ક્યારેય પણ કોઇપણ પ્રકારની એલર્જીને નજરઅંદાજ ના કરવી જોઇએ. મારા કેસમાં મને સી ફૂડનાં કારણે એલર્જી થઇ છે. જો હું સમયસર હૉસ્પિટલ ના પહોંચ્યો હોત તો વાત વધી શકતી હતી. મારી શ્વાસનળીમાં સોજો આવી શકતો હતો અને મને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકતી હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન