કટ્ટરપંથીઓએ આ બોલિવૂડ સિંગરની હત્યાનો કારસો ઘડ્યો - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કટ્ટરપંથીઓએ આ બોલિવૂડ સિંગરની હત્યાનો કારસો ઘડ્યો

કટ્ટરપંથીઓએ આ બોલિવૂડ સિંગરની હત્યાનો કારસો ઘડ્યો

 | 11:17 pm IST

બોલિવૂડના વિખ્યાત ગાયક સોનુ નિગમના જીવનું જોખમ હોવાની જાણકારી મુંબઈ પોલીસને મળી છે. પોલીસને મળેલી માહિતી બાદ સોનુ નિગમની સુરક્ષામાં વધારો કરાયો છે. અમુક કટ્ટરપંથી સંગઠનો સોનુ નિગમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હોવાની જાણકારી ગુપ્તચર વિભાગને મળતા પોલીસને મોકલાવેલી એડવાયઝરીમાં સોનુ નિગમના જીવનું જોખમ હોવાનું કહ્યું હતું.

સૂત્રએ આપેલી જાણકારી મુજબ, મળેલી ગુપ્ત માહિતી અનુસાર ક્ટ્ટરપંથી સંગઠન સોનુ નિગમને કોઈ પણ સાર્વજનિક સ્થળે તેમ જ ઇવેન્ટ પ્રમોશન સમયે ટાર્ગેટ બનાવી શકે છે. આ જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ છે અને સોનુ નિગમની સુરક્ષા વધારવાની હિલચાલ શરૂ કરી છે.

ગાયક સોનુ નિગમે અજાન વિરુદ્ધ કરેલી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યો હતો. અજાનના અવાજનો વિરોધ કર્યા બાદ સોનુ નિગમે અનેક દલીલો કરી હતી. એ સમયે અનેક કટ્ટરપંથી સંગઠનોએ સોનુને ધમકી આપી હતી. ઉપરાંત થિયેટરમાં ફરજિયાતપણે રાષ્ટ્રગીત વગાડવાના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. દેશના રાષ્ટ્રગીતનું હું સન્માન કરું છું પણ થિયેટરમાં કે રેસ્ટોરાંમાં વગાડવું યોગ્ય નથી. એ સાથે દેશની તમામ વ્યક્તિએ રાષ્ટ્રગીતને સન્માન આપવું જોઈએ.

પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વાગે ત્યારે બધા પાકિસ્તાની સન્માન આપવા ઊભા રહે છે. હું પણ પાકિસ્તાન અને ત્યાંના લોકોના સન્માનમાં ઊભો રહીશ એમ સોનુએ કહ્યું હતું.