sonu sood helping people labours to reach hom in lockdown
  • Home
  • Entertainment
  • Bollywood
  • અરે ભાઈ ચાલીને કેમ જાઓ છો? નંબર મોકલો, મજુરો માટે અસલી હિરો બનીનેે આવ્યો સોનુ સૂદ

અરે ભાઈ ચાલીને કેમ જાઓ છો? નંબર મોકલો, મજુરો માટે અસલી હિરો બનીનેે આવ્યો સોનુ સૂદ

 | 11:32 am IST

કોરોના વાયરસના કારણે મોટા મોટા દેશ પણ પાયમાલ થઈ ગયા છે. પરંતુ લોકોનો વિશ્વાસ હજુ અડગ છે. જ્યારે કોરોના વોરિયર્સ કોરોના સામે લડવામાં પોતાની ભૂમિકા નિશ્ચિતરૂપે નિભાવી રહ્યા છે, તો બોલિવૂડ સ્ટાર્સ પણ લોકોને મદદ કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સોનુ સૂદ પણ તેવો જ અભિનેતા છે જે આ લોકડાઉનમાં લોકોને દિલ ખોલીને મદદ કરી રહ્યો છે. સામે દેશની જનતા પણ આ અભિનેતાના કામને વધાવી રહી છે.

ઘણા કામદારો પગપાળા ઘર તરફ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદે ઘણા લોકોને તેમના ઘરે લઈ જવાનું વચન આપ્યું છે. ફરી એકવાર સોનુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા ઘરવિહોણા લોકોનો સંપર્ક કર્યો છે અને મદદ કરી છે.

મૂળ બિહારના એક વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું કે-તેઓએ નજીકમાં પોલીસ ચોકીના ઘણા ચક્કર લગાવ્યા હતા. હવે તેઓ ધારાવીમાં રહે છે. પરંતુ મદદની કોઈ આશા નથી. તે વ્યક્તિના ટ્વિટ પર સોનુએ તેની વિગતો મોકલવાનું કહ્યું છે. સોનુએ લખ્યું- ‘ભાઈ ચક્કર બંધ કરો અને આરામ કરો. બે દિવસમાં તમે બધા તમારા ઘરનું પાણી પીશો, વિગતો મોકલી આપો.

અન્ય એક વ્યક્તિએ ટ્વીટ કરીને સોનુની મદદ માંગી છે. તેમણે લખ્યું – સર, કૃપા કરીને અમને પૂર્વ યુપીમાં ક્યાંય પણ મોકલી આપો, ત્યાંથી અમે ગામ સુધી તો ચાલીને પહોંચી જઈશું. સોનુએ જવાબ આપ્યો કે-કેમ ભાઈ ચાલીને? નંબર મોકલો

સોનુએ બિહારના ઘણા મજૂરોને આ અગાઉ પણ તેમના ઘરે મોકલ્યા હતા. જે લોકો ટ્વિટર દ્વારા તેમનો સંપર્ક કરી રહ્યા છે, તેવા દરેકની પણ સોનુ મદદ કરી રહ્યો છે. તેમણે તબીબી કાર્યકરો માટે મુંબઈના જુહુ સ્થિત હોટલના દરવાજા પણ ખોલી નાંખ્યા છે.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન