Sonu Sood will provide three lakh jobs, contracts made with big companies
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનૂ સૂદ ત્રણ લાખ નોકરી આપશે, મોટી કંપનીઓ સાથે કર્યો કરાર, પ્રવાસીઓને આપી મોટી બર્થડે ગિફ્ટ

સોનૂ સૂદ ત્રણ લાખ નોકરી આપશે, મોટી કંપનીઓ સાથે કર્યો કરાર, પ્રવાસીઓને આપી મોટી બર્થડે ગિફ્ટ

 | 12:02 pm IST

એક્ટર સોનૂ સૂદે કોરોના કાળમાં જેવી રીતે દરેક જરૂરીયાતમંદ લોકોની મદદ કરી છે. તેણે જે રીતે મુશ્કેલ અને ખરાબ સમયમાં એક રિયલ હીરો બનીને લોકોને મદદ કરી છે. તેમની વાહવાહી અને કામને લઈને સતત તેની પ્રસંશા થઈ રહી છે. તે લોકોની મદદ હંમેશા કરતો આવ્યો છે. દિવસે દિવસે લોકોની વધારેમાં વધારે મદદ કરી રહ્યા છે. પહેલા સોનૂ માત્ર લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યા જવા માટે મદદ કરતો હતો. પરંતું હવે તે ખેડૂતોને ટ્રેક્ટર આપવાને લઈને નોકરીઓ આપવા જેવા કામ પણ કરવા લાગ્યો છે.

પ્રવાસિઓને 3 લાખ નોકરીનો કર્યો કરાર

30 જૂલાઈએ સોનૂ સૂદ પોતાનો 47મો બર્થડે મનાવી રહ્યો છે. તે પોતાના બર્થડે પર કોઈ મોટી બોલિવૂડ પાર્ટી નથી રાખી રહ્યો પરંતું આ દિવસે પણ તે લોકોની મદદ કરીને પુણ્યનુંકામ કરવાની કોશિશ કરી રહ્યો છે. સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર એલાન કર્યું છે કે તે હવે પ્રવાસિઓને નોકરી અપાવવામાં મદદ કરશે. પૂરથી પ્રભાવિત બિહાર અને આસામમાં તે આ અભિયાનને ઝડપથી આગળ વધારશે. એક્ટરે સોશિયલ મીડિયા પર બતાવ્યું છે કે મારા જન્મ દિવસના અવસર પર મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com ના ત્રણ લાખ નોકરીઓ માટે મારા કરાર થયા છે. દરેક સારા પગાર, પીએફ, ઈએસઆઈ અને અન્ય લાભ પણ મેળવી શકશે. એઈપીસી, સીઆઈટીઆઈ, ટ્રિડેન્ટ, ક્વેસ કોર્પ, એમેઝોન, સોડેક્સો, અર્બન કો. પોર્ટી અને અન્યનો ખુબ ખુબ આભાર

પ્રવાસી રોજગારના નામથી નવું અભિયાન શરૂ 

જી હા સોનૂ સૂદે પ્રવાસી રોજગારના નામથી નવું અભિયાન શરૂ કર્યું છે. તેણે કેટલીક મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. પૂરના કારણે આસામ અને બિહારમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. જેના પગલે કેટલાક લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. હવે તે દરેક લોકોની મદદ માટે સોનૂ સૂદ આગળ આવ્યો છે. સોનૂની આ પહેલ તે તમામ લોકો માટે એક નવી ઉમ્મીદ લઈને આવી છે જેણે પૂરમાં ખુબ જ નુકસાન થયું છે.

ખેડૂતો પણ કરી રહ્યો છે મદદ

આ પહેલા પણ સોનૂ સૂદે અલગ અલગ રીતે લોકોને મદદ કરી છે. હાલમાં  તેણે એક ખેડૂતને બે બળદ આપ્યા હતા જેથી ખેતી કરવામાં મદદ મળે. સોનૂ એ એક ખેડૂતને ટ્રેક્ટરની મદદ કરી છે. સોનૂનું આ રૂપ દરેક લોકો પસંદ કરી રહ્યા છે. તે દરેક લોકોની નજરમાં રિયલ લાઈફ હીરો બની ગયો છે.

આ વીડિયો પણ જૂઓઃ  માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન