સોનુ સૂદ નીકળી જતા નિર્માતાને થશે વીસ કરોડનો વધારાનો ખર્ચ  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનુ સૂદ નીકળી જતા નિર્માતાને થશે વીસ કરોડનો વધારાનો ખર્ચ 

સોનુ સૂદ નીકળી જતા નિર્માતાને થશે વીસ કરોડનો વધારાનો ખર્ચ 

 | 12:30 am IST

ફિલ્મ મણિકર્ણિકા એક પછી એક વિવાદમાં અટવાતી જાય છે. નવો કિસ્સોછે સોનુ સૂદનો ફિલ્મમાંથી નીકળી જવાનો. સોનુએ ફિલ્મના ઘણા સીન શૂટ કર્યા હતા. હવે એ નીકળી જતા બધા સીન રિશૂટ કરવા પડશે. મળતા અહેવાલ મુજબ રિશૂટ માટે નિર્માતાએ વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડશે. અગાઉ દસ દિવસના પેચવર્કનું શૂટ હવે ૪૫ દિવસનું શિડયૂલ બની જશે. ફિલ્મના ય સીન પણ ફરી શૂટ કરવામાં આવશે. આ અગાઉ નિર્માતાને લાગ્યું હતું કે લેખક કે.વી. વિજેન્દ્ર પ્રસાદની સ્ક્રિપ્ટ મુજબ ફિલ્મ બની ન હોવાથી ફરીથી શૂટિંગ કરાયું હતું. નિર્માતા સાથેની મિટિંગ બાદ ફરી શૂટિંગ કરવા માટે વીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન