- Home
- Entertainment
- Bollywood
- દેશમાં કોરોના વાયરસ વધતા સોનુ સુદે વ્યક્ત કરી ચિંતા, જુઓ શું કહ્યું અભિનેતાએ

દેશમાં કોરોના વાયરસ વધતા સોનુ સુદે વ્યક્ત કરી ચિંતા, જુઓ શું કહ્યું અભિનેતાએ

કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેર ફરીથી દેશ અને દુનિયામાં કહેર મચાવી રહી છે. ત્યારે કોરોના સામે લડત આપવા માટે અત્યારે એક માત્ર ઉપાય વેક્સિન (Vaccine) છે. જેનો ઉપયોગ દુનિયાના લગભગ દેશો કરી રહ્યા છે. દેશની મોટી મોટી હસ્તીઓ કોરોના રસી (Corona Vaccine) લગાવીને લોકોને રસી લેવા પ્રેરણા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારે વેક્સિનેશન (Corona Vaccinetion) અમુક ચોક્કસ ઉમરના લોકોને આપવા જ નિર્દેશ કર્યા છે. એવામાં હાલમાં દરેક ઉમરના લોકો વેક્સિન લેવા માટેની માંગ કરી રહ્યા છે. અનભિનેતા સોનુ સુદે (Sonu Sood) પણ વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવા માટેની સ્વાસ્થ્ય મંત્રાલયને ભલામણ કરી છે. સાથે સાથે તેવી પણ ટકોર કરી કે હાલમાં સૌથી વધુ 25 વર્ષથી વધુ ઉમરના યુવાનો સંક્રમિત થાય છે. જેથી કરીને તેને પણ વેક્સિનના ડોઝ આપવા જોઈએ.
I urge @MoHFW_INDIA to consider 25 years and above getting vaccinated too. With number of cases rising and even kids getting infected in large numbers with virus it's high time we announce the vaccination for 25 years and above. Max number of cases I come across are youngsters.
— sonu sood (@SonuSood) April 8, 2021
આ વાત અભિનેતા સોનુ સુદે (Sonu Sood) તેના એક સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ પરથી કરી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર સક્રિય રહેતા કલાકારો માઠી સોનુ સુદ (Sonu Sood) એક છે. સોનુ સુદે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પીઆર લખ્યું છે કે ‘હું સ્વાસ્થય મંત્રાલયને આગ્રહ કરું છું કે 25 અને તેથી વધુ ઉમરના યુવાનોને કોરોના વેક્સિનનો ડોઝ આપવા પર વિચાર કરવામાં આવે. સંક્રમણ વધવાની સાથે બાળકો પણ હવે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. જેને લઈને 25 વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોને વેક્સિન દેવામાં આવે. મારી જાણમાં આવેલા કેસોમાં સૌથી વધુ યુવાનો છે.
Remember coming from Moga to Mumbai on an unreserved ticket.
Thank you everyone for all the love. Miss my parents more. @flyspicejet pic.twitter.com/MYipwwYReG— sonu sood (@SonuSood) March 20, 2021
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન ગરીબોની ખૂબ મદદ કરી હતી. ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ દરિયાદિલીને સલામ કરતા સ્પાઈસજેટ (Spicejet) એરલાઈન્સે ખાસ રીતે અભિનેતા સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપ્યું છે. સ્પાઈસજેટ એરલાઈન્સે સોનુ સુદને સેલ્યૂટ કરતા પોતાની કંપનીના સ્પાઈસજેટ બોઈંગ 737 પર તેમની એક મોટી તસ્વીર લગાવી હતી.
આ વીડિયો પણ જુઓઃ રાત્રિ કર્ફયૂને બદલે કોરોના કર્ફ્યૂનો શબ્દ પ્રયોગ કરો PM મોદી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન