Sonu Walia 90s actress huge transformation in looks
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ એક સમય હતી લાખો દિલોની ધડકન, હવે જીવે છે ગુમનામ જીવન

બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ એક સમય હતી લાખો દિલોની ધડકન, હવે જીવે છે ગુમનામ જીવન

 | 8:54 pm IST

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ક્યારે લોકોના દિલો પર રાજ કરતા હતા પરંતુ હવે એક ગુમનામી ભર્યું જીવન જીવવા માટે મજબૂર થયા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે ગુમનામીના અંધારામાં એવા ગુમ થઈ ગયા કે તેમની નોંધ પણ લેવાતી નથી. ત્યારે હવે અમે તમને વધુ એક એવી જ અભિનેત્રી અંગે જણાવીશું.

આ અભિનેત્રીનું નામ છે સોનૂ વાલિયા(Sonu Walia) જે સિનેમા જગતમાં નામ કમાવ્યા બાદ ગુમનામીનું જીવન જીવી રહી છે. તેમના લુકમાં પણ સમયની સાથે ઘણો ફેરફાર થયો છે. એ ઝલક તેમને જોઈ ઓળખવા પણ મુશ્કેલ થયું છે. સોનૂ વાલિયાએ અભ્યાસ સમાપ્ત કરી મોડલિંગની શરૂઆત કરી હતી. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ 1985 મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને વર્ષ 1988માં ફિલ્મ ‘ખૂન ભરી માંગ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેત્રી રેખાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હીટ રહી અને સોનૂને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ત્યાર બાદ સોનૂ વાલિયાએ ફિલ્મ ‘આકર્ષણ’માં તે સમય બોલ્ડ સીન કર્યા. સોનૂ વાલિયાએ ફિલ્મ ‘દિલ આશના હૈ’, ‘ખેલ’, ‘સ્વર્ગ જેસા ઘર’, ‘અપના દેશ પરાયે લોગ’, ‘તૂફાન’ અને ‘તહેલકા’ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ પર્યાપ્ત સફળતા ન મળતા તેમને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને છોડી લગ્ન કર્યા. તેમણે એનઆરઆઈ સૂર્યપ્રકાશ સાથે લગ્ન કર્યા. સૂર્ય પ્રકાશના મૃત્યુ પછી તેણે એનઆરઆઈ ફિલ્મના નિર્માતા પ્રતાપ સિંહ સાથે બીજા લગ્ન કર્યા. તે હવે યુ.એસ. માં રહે છે. તેની એક છોકરી પણ છે. સમય જતાં, સોનુ વાલિયાના લુકમાં ઘણો ફેરફાર થયો છે, જે તેમની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં નવા નવા આંદોલનનની શરૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન