soon-all-the-legislative-information-of-the-center-will-be-found-at-one-place-special-preparations-begin
  • Home
  • Technology
  • ટૂંક સમયમાં કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળશે, ખાસ તૈયારીઓ શરૂ

ટૂંક સમયમાં કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળશે, ખાસ તૈયારીઓ શરૂ

 | 12:03 pm IST

કોઇ પણ સંવૈધાનિક લોકતંત્રની આર્થિક, રાજનીતિ વ્યવસ્થા અને દેશના કાયદાથી જાણી શકાય છે. આપણે ત્યાં 1000થી વધારે કેન્દ્રીય કાયદાઓ છે. પણ શું કોઈ સામાન્ય નાગરીક પાસે આની માહિતી હોય છે ખરી અથવાતો કોઈને આ કાયદાની માહિતી જોઇતી હોય તો મળે છે ખરી?જવાબ છે ના પણ હવે ટૂંક સમયમાં એવુ થશે કે એક જગ્યા પરથી માહિતી મળશે.

કેન્દ્ર સરકાર કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળે તેવી વેબસાઈટ બનાવી રહી છે. જ્યા દરેક કાયદો નિયમવિશે જાણકારી મળશે. આ વેબસાઇટનું નામ ઈન્ડીયા કોડ છે. પ્રાથમીક તબક્કામાં આ વેબસાઈટ ચાલુ છે પણ હજુ તેના પર અપડેશનની કામગીરી ચાલી રહી છે. આ વેબસાઈટ મોબાઇલ પર પણ ખોલી શકાશે.

કેન્દ્ર સરકારે આ કામ દિલ્હી હાઈ કોર્ટના આદેશબાદ શરૂ કર્યો. 2016માં વંશ શરદ ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને આવી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી શકે તે માટે કરી હતી. હાઇકોર્ટે 2017માં કેન્દ્ર સરકારને આવી એક જ વેબસાઈટ જેના પર તમામ માહિતી મળે તે માટે આદે કર્યો. આ કામ કેટલે પહોંચ્યુ તેની સતત નોંધ લેવામાં આવી રહી છે.

એક વખત આ કામ સંપુર્ણ પૂર્ણ થશે પછી દેશનો નાગરીક ખુબજ સરળતાથી કાયદાની માહિતી મળી શકશે. મંત્રાલયોના કામ કરવા માટે ખાનગી વેબસાઈટ પર આધાર રાખવો પડે છે. આ પ્લેટફોર્મ આવતા સામાન્ય માણસને ઓછી તકલીફ પડશે.