NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.8050 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આવતા મહીનાથી જ રેલવેની મુસાફરીમાં બતાવાશે ફિલ્મ અને ગીતો

આવતા મહીનાથી જ રેલવેની મુસાફરીમાં બતાવાશે ફિલ્મ અને ગીતો

 | 10:28 pm IST

આવતા મહીનાથી રેલ યાત્રા દરમિયાન આપ ટીવી ધારાવાહિક, ફિલ્મો, નાના વીડિયો, બાળકોના શો, આધ્યાત્મિક શો, ફિલ્મી ગીતો, ક્ષેત્રીય ગીત, આધ્યાત્મિક સંગીત, ઈલેક્ટ્રોનિક્સ અખબાર, રમતો અને શૈક્ષણિક સામગ્રી જેવાની ફરમાયેશ કરી શકશો. હકીકતમાં ભાડા સવિયાન અન્ય સ્ત્રોતોમાંથી આવક ઉભી કરવાના જુગાડમાં રેલવે મંત્રાલયે સફર દરમિયાન કે રેલવે સ્ટેશનો પર યાત્રીઓની માંગ પર મનોરંજક સામગ્રી પ્રાપ્ય કરાવવાની દિશામાં તેજીથી આગળ વધી રહી છે.

મંત્રાલયે કોન્ટેન્ટ ઓન ડિમાન્ડ(સીઓડી) અને રેલ રેડિયો સર્વિસિઝ પ્રાપ્ય કરાવવા માટે ટેન્ડર મંગાવ્યા હતા અને એવી આશા છેકે આ સેવા આવતા મહીનાથી જ શરૂ કરવામાં આવશે. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપ(બીસીજી)ના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ટ્રેનો અને સ્ટેશનો પર સીઓડી દ્વારા રેલવેનું કુલ ઈન્ફોન્ટમેન્ટ માર્કેટ આવનારા ત્રણ વર્ષમાં 2,277 કરોડ રૂપિયા પહોંચી શકે છે. તેમાં રેડિયો, ઓડિયો, ડિજિટલ મ્યૂજિક અને ડિજિટલ ગેમનો શમાવેશ થાય છે. રિપોર્ટ કહે છે કે તેમાં કોન્ટેન્ટનો માલિકાઈ હક રાખનારી કંપનીઓ એરોસ એન્ટરટેઈનમેન્ટ, બાલાજી પ્રોડક્શન અને શેમારુ એન્ટરટેઈનમેન્ટ તથા કન્ટેન્ટ એગ્રીગેટર રેડિયો મિર્ચી, ફીવર એફએમ, હંગામા અને બિંદાસ જેવી પાર્ટીઓ એમાં રસ દાખવી શકે છે.

સાથે જ પ્રમુખ ટેલિકોમ કંપનીઓ, ઈન્ટરનેટ સર્વિસિઝ પ્રોવાઈડર કંપનીઓ અને ઓફલાઈન સ્ટ્રીમિંગ બાઝારની કંપનીઓ જેમને વોડાફોન, આઈડીયા, એરટેલ, પ્રેસપ્લે ટીવી, મૂવિંગ ટોકિઝ, દ્વિંગલૂ, ફ્રોપકોર્ન, ટૂરિંગટોકિઝ, માઈફ્રીટીવી, જોક અને ક્લાઉડપ્લે જેવા પણ એમાં આગળ આવવાની આશા છે. આ ગવિવિધિઓથી વાકેફ એક અધિકારીએ કહ્યું કે, ‘સીઓડી જેવી ભાડા રહિત પહેલ માટે નિવિદા આમંત્રિત કરવામાં આવશે. અમે આ ઉદ્યોગની તમામ મોટી કંપનીઓ તેમાં ભાગ લેશે તેવી આશા કરીએ છીએ.’ આ અનુબંધ દસ સાલનો હશે. યાત્રીઓ માટે એપ આધારિત કેબ સેવાઓ માટે પણ મે મહીનામાં ટેન્ડર મંગાવવામાં આવશે.

રેલ મંત્રાલયે પાછલા વર્ષે કાર્યકારી નિદેશક આરપી ઠાકુરની આગેવાનીમાં એક ભાડારહિત રાજસ્વ નિદેશાલય ગઠિતકર્યું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ વર્ષે જાન્યુઆરીમાં ગેર કિરાયા રાજસ્વ નીતિ જાહેર કરી હતી. એમાં સ્ટેશન અને ટ્રેનોમાં વાઈફાઈ થકી રેડિયો અને વીડિયો કોન્ટેન્ટ પ્રાપ્ય કરાવવા, એટીએમ માટે પ્લેટફોર્મો પર પટ્ટા પર જગ્યા આપવી, જાહેરાત હોર્ડિંગ, અને બિલબોર્ડ લગાવવા માટે આઉટડોર સ્પોટ ભાડા પર દેવા, ટ્રેનો અને સ્ટેશનો પર બ્રાન્ડિંગ માટે અધિકાર એફએમસીજી અને અન્ય કંપનીઓને વેચવાનો અધિકાર શામેલ છે.

રેલવેને ભાડા પેટે આ ગતિવિધિઓથી આગળના 10 વર્ષમાં 16,000થી 20,000 કરોડ રૂપિયાની કમાણી થવાની આશા છે. તેમની યોજના પહેલા સાલ 30 ટકા ટ્રેનોમાં સીઓડી અને રેલ રેડિયો સેવા દેવાની છે. બીજા વર્ષમાં તેને 60 ટકા ટ્રેનોમાં અને ત્રીજા વર્ષે તમામ ટ્રેનોમાં પ્રાપ્ય બનાવવામાં આવશે. રેલવે અનુસાર તમામ સ્ટેશનો પર ચરણબદ્ધ રીતે ઓડિયો અને વીડિયો કોન્ટેન્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બીસીજી રિપોર્ટ અનુસાર ઓફલાઈન કોન્ટેન્ટ પ્રાપ્ય કરાવવા પર પ્રતિ કોચ આશરે 38,000 રૂપિયાનો ખર્ચ આવશે. બીજી તરફ ઈન્ટરનેટ થકી કોન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવા માટે બુનિયાદી ઢાંચા સ્થાપિત કરવા પર પ્રતિ કોચ 25 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ પરિયોજના પર નજર રાખવા માટે રેલવે ભાડા રહિત મૂલ્યાંકન સમિતિનું પણ ગઠન કરશે.